હરમનપ્રીત કૌરે અમ્પાયરના વાઇડ બૉલ પર DRS લઇ બધાને ચોંકાવ્યા

PC: cricxtasy.com

ક્રિકેટમાં આઉટ કે નોટ આઉટના નિર્ણયને પડકાર આપવા માટે DRS લેવાની સામાન્ય વાત છે. જ્યારે ફિલ્ડ અમ્પાયર કોઈ બેટ્સમેનને આઉટ આપે છે, પરંતુ તેને લાગે છે કે તે આઉટ નથી તો તે ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ એટલે કે DRSનો ઉપયોગ કરી શકે છે. એવું ત્યારે પણ થાય છે કે બોલરોને લાગે છે કે બેટ્સમેન આઉટ છે અને અમ્પાયરે આઉટ આપ્યો નથી, પરંતુ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં અલગ કારણે DRS લેવામાં આવ્યું. મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે ગુજરાત જાયન્ટ્સ (GT) વિરુદ્ધ DRS લીધું હતું.

મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ગુજરાત ટાઈટન્સની ઇનિંગની 13મી ઓવરના છેલ્લા બૉલ પર વાઇડ કોલને પડકાર આપ્યો હતો. સાઇકા ઇશાકનો બૉલ બેટિંગ કરી રહેલી મોનિકા પટેલના ગ્લવ્સ પર લાગ્યો હતો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને વાઇડ કરાર આપી દીધો. હરમનપ્રીત કૌરે તેની વિરુદ્ધ DRS લેવાનો નિર્ણય લીધો, જેથી દર્શક દંગ રહી ગયા. થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી દીધો. કમેન્ટ્રી પર હર્ષા ભોગલેએ ત્યારબાદ સ્પષ્ટ કહ્યું કે, ટીમો પાસે વુમન્સ પ્રીમિયર લીગમાં નો બૉલ અને વાઇડ બૉલ વિરુદ્ધ DRS લેવાની સુવિધા છે.

દરેક ટીમ પાસે 2 DRS હશે. કોઈ પણ ટીમ 2 ખોટા DRS લઈ શકે છે, પરંતુ જો નિર્ણય તેના પક્ષમાં આવે છે તો ગમે તેટલા DRS લઈ શકાય છે. જેવા જ 2 નિર્ણય તેમની વિરુદ્ધ જાય છે, તેઓ DRS નહીં લઈ શકે. તેનો ઉપયોગ આઉટ કે નોટઆઉટ કોલ સાથે સાથે વાઇડ અને નો બૉલ માટે પણ કરી શકાય છે. હર્ષા ભોગલે સાથે કમેન્ટ્રી પેનલ કરી રહેલી મેલ જોન્સે કહ્યું કે, મેં પહેલા એવું કશું જ નથી જોયું. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ 143 રનના મોટા અંતરથી પોતાના નામે કરી દીધી.

ગુજરાત જાયન્ટસે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ વુમન ટીમે સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ રન કેપ્ટન હરમનપ્રીત કૌરે (65) રન બનાવ્યા, જ્યારે હેલી મેથ્યૂસે 47 અને અમેલિયા કેરે 45 રનની ઇનિંગ રમી. 208 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ 15.1 ઓવરમાં જ 64 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની તરફથી હેમલતાએ સૌથી વધુ 29 રન બનાવ્યા, જ્યારે મોનિકા પટેલે 10 રન બનાવ્યા. એ સિવાય કોઈ પણ ખેલાડી ડબલ ડિજિટ સુધી ન પહોંચી શકી. ગુજરાતની 4 ખેલાડી તો શૂન્ય પર જ આઉટ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp