વર્લ્ડ કપ માટે ભારત આવવા પર પાક.નું નિવેદન, નઝમ સેઠીએ ઉઠાવ્યો સુરક્ષાનો મુદ્દો

PC: cricketaddictor.com

ગત વર્ષે ઓક્ટોબરમાં BCCI સચિવ જય શાહના એક નિવેદન બાદથી ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની વચ્ચે ખેંચતાણ ચાલુ છે. એશિયા કપ 2023ની મેજબાની પાકિસ્તાનને મળી છે પરંતુ, જય શાહે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરશે. ત્યારબાદ તત્કાલીન PCB ચેરમેન રમીઝ રાજાએ સ્પષ્ટરીતે વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારત ના આવવાની ધમકી આપી હતી. ત્યારબાદ રમીઝની સત્તા બદલાઈ ગઈ અને PCBનો કાર્યભાર એક પેનલને આપવામાં આવ્યો જેની અધ્યક્ષતા નઝમ સેઠીના હાથોમાં આવી ગઈ.

આ મુદ્દો અહીંથી ના અટક્યો. નઝમ સેઠીએ પણ ઘણા એવા નિવેદન આપ્યા જેને કારણે વિવાદ વધ્યો. ફેબ્રુઆરીની શરૂઆતમાં બહરીનમાં મીટિંગ પણ થઈ પરંતુ, તેનો કોઈ નિષ્કર્ષ ના નીકળ્યો. હવે બીજી ICC ની મીટિંગ 18થી 20 માર્ચ સુધી દુબઈમાં થવાની છે. તે પહેલા નઝમ સેઠીએ હવે સુરક્ષાનો નવો રાગ છેડી દીધો છે. તેનું કહેવુ છે કે, જે રીતે સુરક્ષાનો હવાલો આપીને ભારતીય ટીમને પાકિસ્તાન આવવાની ના પાડવામાં આવી રહી છે. એ જ રીતે પાકિસ્તાની ટીમને પણ ભારતમાં સુરક્ષાનું જોખમ હોઇ શકે છે. તેમણે કહ્યું કે, તેઓ આ મુદ્દો આવનારી મીટિંગમાં ઉઠાવશે પણ.

નઝમ સેઠીએ તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જ્યારે તમામ ટીમો પાકિસ્તાન આવી રહી છે અને તેમને સુરક્ષાને લઇને કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી ભારતીય ટીમ શા માટે સુરક્ષાને લઈને ચિંતિત છે? જો એ જ રીતે અમે પણ કહીએ કે અમને પણ વર્લ્ડ કપ માટે પોતાની ટીમને ભારત મોકલવામાં સુરક્ષાની ચિંતા છે. હું આ મુદ્દો ઉઠાવીશ. અમે આ મામલામાં ભારતના આ નિર્ણયને સપોર્ટ નથી કરતા. અમે એશિયા કપ આયોજિત કરવા માંગીએ છીએ. યાદ રાખો આ માત્ર એશિયા કપ અથવા વનડે વર્લ્ડ કપને લઈને નથી પરંતુ, 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પણ છે.

નઝમ સેઠી અહીં જ ના અટક્યા તેમણે આગળ કહ્યું કે, મેં આ મામલામાં સરકાર પાસે સલાહ પણ લીધી છે. અમારી સ્થિતિ એ છે કે, અમે એ જ કરીશું જે આપણા ચીફ (સરકારના ચીફ, વડાપ્રધાન) કહેશે. જો તેઓ કેહશે કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન ભલે ના આવે પરંતુ, આપણે ભારત જઈને વર્લ્ડ કપ રમવાનો છે, તો અમે એવુ જ કરીશું. તેના પર કંઈ ના કરી શકીએ. પરંતુ, જો તેમણે ના પાડી દીધી તો આપણી સાથે પણ ભારતવાળી જ કન્ડિશન ઉત્પન્ન થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp