IPLની પહેલી મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી 150 મોબાઇલની ચોરીની ફરિયાદ

PC: indianexpress.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનનો રંગારંગ કાર્યક્રમ સાથે શરૂઆત થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાની હોમ પિચ પર જ્યાં ત્રીજી મેચ જીતવા માટે ઉતરશે તો બીજી તરફ સ્ટેડિયમની સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મી અને અમદાવાદ પોલીસના જવાનોની નજર ચારેબાજુએ રહેશે. શુક્રવાર (31 માર્ચ) ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઉદ્ઘાટન મેચમાં 150 મોબાઇલ ચોરી થવાની ફરિયાદો પોલીસને મળી છે. તેમા ઘણા ફરિયાદકર્તાઓએ જણાવ્યું કે, તેમણે iPhone EMI પર લીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 150 તો એવા લોકો છે જે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. કેટલાક અન્ય લોકો પણ હોઇ શકે છે જેમણે હજુ સુધી પોલીસમાં ફરિયાદ દાખલ નથી કરાવી. એવામાં આ સંખ્યા હજુ વધી શકે છે. IPLની 16મી સિઝનનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ આગાઝ થયો હતો. તેમા રશ્મિકા મંદાનાએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ના હિટ ગીતો પર બધાને ઝુમાવ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું. ઓપનિંગ સેરેમનીમાં સિંગર અરિજીત સિંહ, એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ પોતાના પરફોર્મન્સ દ્વારા દર્શકોના દિલ જીતી લીધા હતા. રશ્મિકા મંદાનાનું પરફોર્મન્સ અને પછી T20ના ખુમારમાં ડૂબેલા દર્શકો પર મોટી સંખ્યામાં ચોરોએ હાથ સાફ કર્યા હતા. મોટી સંખ્યામાં ફરિયાદો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ 9 એપ્રિલે મેચ માટે વિશેષ દેખરેખની તૈયારી કરી રહી છે જેથી, મોબાઇલ ચોરોને રંગે હાથ પકડી શકાય.

એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આટલા મોટા પાયા પર મોબાઇલ ચોરીમાં કોઈ સંગઠિત ગેંગની ભૂમિકા હોઈ શકે છે. એવુ પણ સામે આવ્યું છે કે, ઓપનિંગ મેચમાં મોટી સંખ્યામાં iPhone ચોરી થયા છે. ત્યારબાદ ફોન ચોરને શોધવા માટે ફાઇન્ડ માઈ ફોન પર કઈ રીતે લોકેશન શોધવામાં આવે. તેને લઇને મોબાઇલધારક નવરંગપુરા અને શાસ્ત્રી નગરના એપલ સ્ટોર પર પણ મદદ માટે પહોંચ્યા હતા. આ અંગે પોલીસનું કહેવુ છે કે, જો ફોન ખોવાઇ જાય તો ફાઇન્ડ માઈ ફોનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ કારણ કે, ફોન ચોરનાર ચાલાકી કરે છે. તેઓ ઘણીવાર બીજા ડિવાઇઝ અને ફોન પર લિંક મોકલે છે. જો તેના પર ક્લિક કર્યું તો મોબાઇલનો પાસવર્ડ મળવાની સંભાવના રહેલી છે. આ પ્રકારની બોગસ લિંકથી સતર્ક રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp