પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી વન-ડે વર્લ્ડ કપથી થઈ શકે છે બહાર!

PC: t20worldcup.com

પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર નસીમ શાહની ભારતમાં થનારા ICC મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ન રમી શકે તેવી સંભાવના છે. એશિયા કપ સુપર-4માં ભારત વિરુદ્ધની મેચમાં નસીમ શાહને જમણા ખભા પર ઇજા થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે ઇજાથી ઉભરવા માટે તેને એક વર્ષ સુધી લઈ જઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નસીમ શાહ ગુરુવારે દુબઈમાં એક્સ-રે સ્કેન માટે ગયો હતો અને પહેલા રિપોર્ટથી ખબર પડી કે ઇજા પહેલાથી વધારે ગંભીર છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કોઈ રિપ્લેસમેન્ટની શોધ કરી શકે છે, પરંતુ અત્યાર સુધી તેના ભારત પ્રવાસ પર જનારી ટીમનો હિસ્સો બનવાની સંભાવના નથી. PCBએ અત્યાર સુધી નસીમ શાહની ઇજા પર સત્તાવાર રૂપે અપડેટ જાહેર કર્યું નથી, પરંતુ જેવો જ સેકન્ડરી રિપોર્ટ ઉપલબ્ધ થશે, તે અપડેટ જાહેર કરી શકે છે. પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ, નસીમ શાહને લાંબી છુટ્ટીનો સામનો કરવો પડી શકે છે. જેથી તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને પાકિસ્તાન સુપર લીગ (PSL)થી પણ બહાર થઈ જશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગયા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આગામી મેચ માટે રિઝર્વ ડે જોડ્યો હતો. જેમાં નસીમ શાહ ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. શ્રીલંકા વિરુદ્ધ મેચમાં તેની જગ્યાએ જમાન ખાને લીધી. આ મેચ પાકિસ્તાને 2 વિકેટે ગુમાવી દીધી હતી અને ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. નસીમ શાહ સિવાય મોહમ્મદ હસનૈન પણ ઇજાગ્રસ્ત છે.

પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયન ટીમને પણ વર્લ્ડ કપ 2023 અગાઉ ઝટકો લાગી શકે છે. ટીમનો દિગ્ગજ બેટ્સમેન ટ્રેવિસ હેડ આ મેગા ટૂર્નામેન્ટ અગાઉ ઇજાગ્રસ્ત થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ચોથી-વનડે મેચ દરમિયાન હાથમાં ફ્રેક્ચર થઈ ગયું અને આ જ કારણે હવે તેનું વર્લ્ડ કપ રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએટ્ઝેનો બૉલ સીધો તેના હાથ પર જઈને લાગ્યો અને આ કારણે તેને મેદાન બહાર જવું પડ્યું. તેનો અર્થ એ છે કે તેની ઇજા વધુ છે. તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી વન-ડે મેચ દરમિયાન ટીમ સાઉદી ફિલ્ડિંગ કરતી વખત ઇજાગ્રસ્ત થઈ ગયો. ટ્રેન્ટ બોલ્ટે તેની જગ્યાએ ફિલ્ડિંગ કરી. તેની ઇજા એટલી ગઢ હતી કે તે બેટિંગ કરવા પણ ન આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp