નાસિર હુસૈને જણાવી ભારતીય ટીમ સૌથી મોટી ઉણપ, આ ખેલાડીઓનો થયો ઉલ્લેખ

PC: indiatoday.in

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેનનું માનવું છે કે ભારતીય ટીમને વિદેશી પ્રવાસો પર એક એવા સીમ બોલરની અછત અનુભવાય છે જે બેટિંગ પણ કરી શકે. તેમણે બેન સ્ટોક્સ અને કેમરન ગ્રીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, આ બંને ક્રમશઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે કામ કરે છે. સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારનો ઉલ્લેખ કરતા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને બુધવારે ICC રિવ્યૂમાં આ બાબતે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, તે (ભારત) પોતાના ઘર પર ખૂબ શાનદાર હોય છે, ઘરમાં તેની ટીમનું સંતુલન પણ સારું હોય છે. જો કે, વિદેશી પ્રવાસો માટે ભારતીય ટીમમાં એક બેન સ્ટોક્સ, કેમરન ગ્રીન અને મિચેલ માર્સ જેવો ક્રિકેટર, જે નંબર 6 કે 7 પર બેટિંગ કરી શકે છે અને 10 થી 15 ઓવરમાં વિકેટ લેનારો સીમ અને સ્વિંગ બોલિંગ કરનારા ક્રિકેટરની જરૂરિયાત છે. એક બોલર નહીં જે માત્ર બોલિંગ કરી શકે, પરંતુ બેટ્સમેન જે 10 ઓવર સીમ બોલિંગ પણ કરી શકે. ત્યારબાદ વિદેશી પ્રવાસ માટે ભારતીય ટીમનું સંતુલન બનશે, તે સારું હશે.

નાસિર હુસેને હાલના વિકલ્પોમાંથી હાર્દિક પંડ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જાહેર રીતે તેની પાસે (ભારત) રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડી છે અને તેઓ દુનિયાના શાનદાર ખેલાડી છે. એ સિવાય તેમની પાસે શુભમન ગિલ જેવા યુવા ખેલાડી છે જે સુપરસ્ટાર બનવા જઈ રહ્યો છે. એવામાં વિદેશી પ્રવાસો પર જો તેમની પાસે એક સીમ બોલિંગ ઓલરાઉન્ડર આવી જાય તો ટીમનું સંતુલન જબરદસ્ત થઈ જશે. જો હાર્દિક પંડ્યા ફિટ રહી શકે છે તો તે તેના માટે એકદમ યોગ્ય ખેલાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp