કોહલી પર કમેન્ટને લઈને નવીન ઉલ હકે તોડ્યું મૌન? જાણો શું બોલ્યો

PC: BCCI

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સફર એલિમિનેટર મેચ સુધી જ હતી. લખનૌ સુપર જાયન્ટ્સને એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના હાથે નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. અફઘાની ફાસ્ટ બોલર નવીન ઉલ હકે લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું. નવીન ઉલ હકે 4 વિકેટ લીધી હતી. 24 મેના રોજ આ મેચ પૂરી થયા બાદ નવીન ઉલ હકના નામથી એક ટ્વીટ ખૂબ વાયરલ થઈ હતી, જેમાં “આઈ એમ સોરી વિરાટ કોહલી સર” એવું લખ્યું હતું.

આ ટ્વીટ @naveenulhaq66 નામના ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવી હતી, જેના પર ઘણા લોકોના રીએક્શન આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે 1 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ બંનેએ સોશિયલ મીડિયામાં ક્રિપ્ટિક પોસ્ટ લખી હતી. તો નવીન ઉલ હકે વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટ્રોલ કરતા સ્વીટ મેંગો કમેન્ટ કરી હતી, જેની ખૂબ નિંદા થઈ હતી.

જો કે, નવીન ઉલ હક નામથી જ્યારે સોરી કોહલી કમેન્ટ અને એક અન્ય પોસ્ટની ખૂબ ચર્ચા થઈ તો અફઘાની બોલરના કાન ઊભા થઈ ગયા. નવીન ઉલ હકે તેના પર સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું કે, @naveenulhaq66 નામનું ટ્વીટર હેન્ડલ નકલી છે. તેણે શનિવારે ઇન્સ્ટા સ્ટોરી પર ફેન્સને આગ્રહ કર્યો કે જો કોઈને આ અકાઉન્ટથી મેસેજ મળે છે તો રિપોર્ટ કરો. આમ તો હવે આ એકાઉન્ટને ટ્વીટરે સસ્પેન્ડ કરી દીધું છે. નવીન ઉલ હકની જ્યારે વિરાટ કોહલી સાથે બોલાબોલી થઈ તો ત્યારબાદથી જ અફઘાની ખેલાડીને સ્ટેડિમમાં ઘણા દર્શકોએ આડે હાથ લીધો હતો.

નવીન ઉલ હકને કોહલી કોહલીના નારાથી ચિડવવામાં આવ્યો. મુંબઈ ઇન્ડિયન્સ સામે હાર મળ્યા બાદ જ્યારે નવીન ઉલ હકને કોહલી કોહલીના નારા બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, મને મજા આવે છે. મને પસંદ છે કે દરેક તેનું (વિરાટ કોહલી) કે કોઈ અન્ય ખેલાડીના નામનો જાપ કરે. એ મને પોતાની ટીમ માટે સારું રમવાનું ઝનૂન આપે છે. ભલે મુંબઈ લખાનૌને હરાવવામાં સફળ રહી હોય, પરંતુ ક્વાલિફાયર-2માં ગુજરાત ટાઈટન્સ સામે તેને હારનો સામનો કરવો પડ્યો. આજે ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp