નવીન ઉલ હકે T20 લીગમાં 312ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન, LSGએ શેર કર્યો વીડિયો

PC: navbharattimes.indiatimes.com

અફઘાની ફાસ્ટ બોલર નવીન ઉલ હક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 બાદ હવે T20 બ્લાસ્ટ રમવા પહોંચ્યો છે. લીસેસ્ટરશાયર તરફથી રમતા તેણે ગત મેચમાં બેટ અને બૉલથી ખૂબ મોટું તોફાન મચાવ્યું. જો કે, આ મેચમાં તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. નવીન ઉલ હકે નોર્થહેમ્પટનશાયર વિરુદ્ધ 9મા નંબર પર બેટિંગ કરતા 8 બૉલમાં 1 ફોર અને 3 ગગનચુંબી સિક્સની મદદથી નોટઆઉટ 25 રનોની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 312ને પારની રહી.

નવીન ઉલ હકની IPL ફ્રેન્ચાઇઝી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)એ તેની આ ઇનિંગનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. IPL 2023માં નવીન ઉલ હકે વિરાટ કોહલી સાથે ઝઘડો કરીને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. એક મેચ દરમિયાન વિરાટ કોહલી સાથે તેની બોલાબોલી થઈ ગઈ હતી. ગૌતમ ગંભીરે વચ્ચે આવીને વિવાદને હજુ વધારી દીધો હતો. જો કે, મેચ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ ત્રણેને દંડ ફટકાર્યો હતો.

આ કહાની અહી જ રોકાઈ નહોતી. નવીને ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની એક મેચ દરમિયાન પોતાના ઇન્સ્ટાગ્રામ પર મેંગો એટલે કે કેરી સાથે એક સ્ટોરી લગાવી હતી, જેના કારણે તે ખૂબ ટ્રોલ પણ થયો હતો. આ ઘટના બાદ તેની ટીમના સાથી નિકોલસ પૂરને તેનું નામ ‘મેંગો મેન’ રાખ્યું હતું. ખેર વાત નોર્થહેમ્પટનશાયર વર્સિસ લીસેસ્ટરશાયરની મેચની કરીએ તો નવીન ઉલ હકના આ ફિનિશિંગ ટચની મદદથી લીસેસ્ટરશાયરની ટીમ પહેલા બેટિંગ કરતા બોર્ડ પર 164 રન બનાવવામાં સફળ રહી હતી.

જો કે આ સ્કોરને નોર્થહેમ્પટનશાયરે ક્રિસ લીનની સદીની મદદથી 7 બૉલ બાકી રહેતા જ હાંસલ કરી લીધો હતો. ક્રિસ લાઇન 68 બૉલમાં 110 રનની ઇનિંગ રમી હતી. નવીન ઉલ હકે માત્ર બેટિંગ જ નહીં, બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પોતાના કોટાની 4 ઓવરમાં માત્ર 26 રન આપીને એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp