નેધરલેન્ડ-શ્રીલંકા મેચ: મેદાન પર જે ડ્રામા થયો તે ક્યારેય જોવા મળ્યો નથી

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 19મી મેચમાં નેધરલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા આવેલી નેધરલેન્ડ્સની શરૂઆત બહુ સારી રહી ન હતી અને 91 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી Sybrand Engelbrecht અને Logan van Beekએ જવાબદારી સંભાળી હતી. બંનેએ અડધી સદી ફટકારીને ટીમના સ્કોરને 200 રનની પાર પહોંચાડી દીધો હતો. જોરદાર વાપસી પછી નેધરલેન્ડની ટીમે 49.5 ઓવરમાં બોર્ડ પર 262 રનનો સ્કોર ખડકી દીધો હતો. પરંતુ એ પહેલા મેદાન પર જે ડ્રામા જોવા મળ્યો તે ક્રિક્રેટમાં ભાગ્યે જ જોવા મળ્યો છે.
વાત એમ બની હતી કે, નેધરલેન્ડની છેલ્લી વિકેટ જે બોલ પર પડી હતી તેને ‘નો’ બોલ જાહેર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, નિયમ મુજબ, નેધરલેન્ડને ફ્રી હિટ મળી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે તે નેધરલેન્ડ માટે કોઈ કામની ન હતી. થયું એવું કે નેધરલેન્ડે તેની છેલ્લી વિકેટ રન આઉટના રૂપમાં ગુમાવી હતી એટલે એ પછી કોઇ ખેલાડી રમવા માટે આવી શકે તેમ નહોતો. હતી. આવી સ્થિતિમાં ફ્રી હિટ મળવા છતાં નેધરલેન્ડની ઇનિંગ્સ આગળ વધી શકી નહોતી.
રનઆઉટ થનાર પોલ વાન મીકરેન આ ઘટનાથી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને હસતો હસતો પેવેલિયન પાછો ફર્યો હતો. તમને જણાવી દઈએ કે ક્રિકેટના નિયમો અનુસાર જ્યારે એમ્પાયરે ‘નો’ બોલ જાહેર કર્યો હોય અને ખેલાડી રનઆઉટ થાય તો તે કાયદેસર આઉટ માનવામાં આવે છે. નો બોલમાં ક્લીન બોલ્ડ અથવા કેચ પકડવામાં આવે તો ખેલાડીને આઉટ અપાતો નથી.
શ્રીલંકાની ક્રિકેટ ટીમે નેધરલેન્ડ સામે બોલિંગમાં મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં બોલરોને ફટકા પડ્યા હતા. આવી સ્થિતિમાં, શ્રીલંકાની ટીમ છેલ્લી ઓવરોમાં દરેક રન બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ જ પ્રયાસમાં તેણે ભૂલ કરી. જ્યારે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર દિલશાન મધુશંકાએ તેના હાથમાંથી બોલ છોડ્યો ત્યારે 3 ફિલ્ડર સર્કલની અંદર જોવા મળ્યા એટલે એમ્પાયરે ‘નો’ બોલ આપ્યો હતો.
જો કે ‘નો’ બોલ વિશે જ્યાં સુધી કોઇ સમજે તે પહેલાં બેસ્ટમેન રનઆઉટ થઇ ગયો હતો અને નિયમ મુજબ તેને આઉટ જાહેર કરવા પડ્યો.
નેધરલેન્ડ અને શ્રીલંકા વચ્ચની મેચ 21 ઓકટોબર, શનિવારે લખનૌમાં રમાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp