
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડે 1 રને જીતી લીધી. આ રોમાંચક મેચ સાથે જ ન્યૂઝીલેન્ડે સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ક્રિકેટ ફેન્સને લાંબા સમય બાદ એવી કોઇ મેચ જોવા મળી. જ્યારે એક ટીમ ફોલોઓન રમીને પણ મેચ જીતી ગઇ. આ અગાઉ વર્ષ 2001માં આ કારનામું ભારતીય ટીમે પણ કર્યું હતું. આ ટેસ્ટ ઇતિહાસમાં માત્ર ચોથી વખત છે, જ્યારે કોઇ ટીમ ફોલોઓન રમ્યા બાદ જીત હાંસલ કરી શકી હોય.
આ અગાઉ ઇંગ્લેન્ડની ટીમે સૌથી પહેલા વર્ષ 1894માં ઓસ્ટ્રેલિયન ટીમને 10 રને હરાવી હતી. પછી બીજી વખત પણ આ કારનામું ઇંગ્લેન્ડની જ ટીમે વર્ષ 1981માં કર્યું, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયન ટીમને 18 રનથી હરાવી. તો ત્રીજી વખત આ કારનામું ભારતીય ટીમે કર્યું, જ્યારે વર્ષ 2001માં તેણે ઓસ્ટ્રેલિયન ટીમને 171 રને હરાવી દીધી હતી.
The end of a thrilling five days in Wellington. Neil Wagner (4-62) stars with the ball on the final day at the Basin Reserve. The Series drawn 1-1. Catch up on the scores | https://t.co/i5aMjAngcf. #NZvENG pic.twitter.com/8Cr2dCmZ28
— BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023
ફોલોઓન બાદ જીત હાંસલ કરનારી ટીમો:
વર્ષ 1894: ઇંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 10 રને હરાવી.
વર્ષ 1981: ઇંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 18 રને હરાવી.
વર્ષ 2001: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને 171 રને હરાવી.
વર્ષ 2023: ન્યૂઝીલેન્ડની ટીમે ઇંગ્લેન્ડની ટીમને 1 રને હરાવી.
Incredible scenes at the Basin Reserve. A thrilling end to the 2nd Test in Wellington 🏏 #NZvENG pic.twitter.com/tyG7laNtdP
— BLACKCAPS (@BLACKCAPS) February 28, 2023
મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમે 8 વિકેટ ગુમાવીને 435 રન પર દાવ ડિક્લેર કરી દીધો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 209 રન પર જ સમેટાઇ ગઇ. આમ પહેલી ઇનિંગમાં ઇંગ્લિશ ટીમને 226 રનની લીડ મળી. ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ફોલોઓન કરવાનો નિર્ણય લીધો. બીજી ઇનિંગમાં રમતા ન્યૂઝીલેન્ડની ટીમે 483 રન બનાવી નાખ્યા. આમ ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને મેચ જીતવા માટે 258 રનનું લક્ષ્ય આપ્યું, જેને ઇંગ્લિશ ટીમ બનાવી ન શકી અને આખી ટીમ 256 પર જ ઓલઆઉટ થઇ ગઇ.
ન્યૂઝીલેન્ડ માટે નીલ વેગનર હીરો સાબિત થયો. તેણે બીજી ઇનિંગમાં 4 વિકેટ લીધી. એ સિવાય પહેલી ઇનિંગમાં પણ 1 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ માટે ઓપનર જેક ક્રાઉલીએ 24 અને બેન ડકેટે 33 રન બનાવ્યા. ત્યારબાદ જો રુટ અને બેન સ્ટોક્સે શાનદાર પાર્ટનરશિપ કરી. રૂટે 95 રન બનાવ્યા અને કેપ્ટન બેન સ્ટોક્સે 33 રનની ઇનિંગ રમી. જ્યારે રુટ અને સ્ટોક્સ રમી રહ્યા હતા ત્યારે લાગી રહ્યું હતું કે ઇંગ્લિશ ટીમ મેચ જીતી જશે, પરંતુ એ બંને આઉટ થયા જ મેચનું પરિણામ બદલાઇ ગયું. બેન ફોક્સ પણ ત્યારબાદ 35 રન બનાવીને આઉટ થઇ ગયો અને અહીથી ઇંગ્લિશ ટીમના હાથમાંથી મેચ નીકળી ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp