
IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહેલા નીતિશ રાણાની પત્ની સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે દિલ્હી પોલીસ પર પણ આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો છે. હા, નીતિશની પત્ની સાચી મારવાહ સાથે આ છેડતી દિલ્હીના કીર્તિ નગર વિસ્તારમાં થઈ હતી. કેટલાક છોકરાઓ તેમની પાછળ પણ આવ્યા અને તેમની કારને ટક્કર મારી. જ્યારે તેણે દિલ્હી પોલીસને આ માહિતી આપી, તો તેને એવો જવાબ મળ્યો જેના પછી તમે પણ ચોંકી જશો.
નીતીશની પત્ની સાચી મારવાહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંને બાઇક સવારોની તસવીર પોસ્ટ કરતાં લખ્યું, 'દિલ્હીમાં એક સામાન્ય દિવસ. હું મારું કામ પતાવીને ઘરે પરત ફરી રહી હતી. આ છોકરાઓ વારંવાર મારી કારને ટક્કર મારતા હતા. મને ખબર નથી કે, તેઓ મને કેમ ફોલો કરતા હતા. મેં ફોન પર દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યારે હું ફરિયાદ કરી રહી હતી, ત્યારે મને દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હવે તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા છો, તો જવા દો એમને. આગલી વખતે તેમનો ગાડી નંબર નોંધી લેશો.'
આ સાથે સાચીએ દિલ્હી પોલીસ પર ટોણો મારતા લખ્યું છે કે, 'હવે પછી હું તેમનો ફોન નંબર પણ લઇ લઈશ.'
શ્રેયસ અય્યરને ઈજા થતાં નીતિશ રાણાને આ વર્ષે KKRની કેપ્ટનશીપની તક મળી હતી. તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023માં રમાયેલી 10 મેચમાંથી માત્ર 4માં જ જીત મેળવી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે.
નીતિશ રાણાના પ્રદર્શનની વાત કરીએ તો, તે આ વર્ષે બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે રમી રહ્યો છે. રાણા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તેની ટીમ માટે અત્યાર સુધીમાં 10 મેચમાં 275 રન બનાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છે. ઉપરાંત, તાજેતરમાં તેણે KKR તરફથી રમતા તેના 2000 રન પૂરા કર્યા. આવું કરનાર તે KKRનો ચોથો ખેલાડી બન્યો. રાણાએ કોલકાતા માટે 80 ઇનિંગ્સ રમી છે, તેણે 2019 રન બનાવ્યા છે અને આન્દ્રે રસેલ, રોબિન ઉથપ્પા અને ગૌતમ ગંભીર સાથે સૌથી વધુ રન બનાવનારાઓની યાદી શેર કરી છે.
જો KKR અહીં હવે પછીની તમામ મેચ જીતી લે છે, તો તે માત્ર 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે. આવી સ્થિતિમાં કોલકાતા સામેની હાર હવે ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp