સેહવાગે જણાવ્યું- ધોની કે રોહિત, કોણ છે IPLનો બેસ્ટ કેપ્ટન?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું શેડ્યૂલ જાહેર થઇ ચૂક્યું છે. દુનિયાની સૌથી મોટી લીગની પહેલી મેચ 31 માર્ચના રોજ રમાશે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ સામસામે થવાની છે. રોમાન્ચ અત્યારથી ક્રિકેટ ફેન્સ વચ્ચે જોવા મળી રહ્યો છે. તો આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દર સેહવાગે જણાવ્યું કે તેમના મત મુજબ અત્યાર સુધી IPLનો બેસ્ટ કેપ્ટન કોણ છે?

વિરેન્દર સેહવાગે IPLના સર્વશ્રેષ્ઠ કેપ્ટન તરીકે મુંબઇ ઇન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ના મહેન્દ્ર સિંહ ધોનીની તુલનામાં શ્રેષ્ઠ ગણાવ્યો છે કેમ કે તે છેલ્લા 15 વર્ષોમાં મુંબઇની ફ્રેન્ચાઇઝી 5 ટ્રોફીઓ જીતી છે, તો ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ અત્યાર સુધી 4 IPL ટ્રોફીઓ જીતી શકી છે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ટ્રોફી જીતીને સૌથી સફળ ટીમ છે.

વિરેન્દર સેહવાગે IPLના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નંબર તમને બધુ જ કહી દે છે. જુઓ મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ટીમની કેપ્ટન્સીનો અનુભવ હતો અને પછી તે ચેન્નાઇ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો. રોહિત શર્માની કેપ્ટન્સીનો પહેલો અનુભવ મુંબઇ ઇન્ડિયન્સ સાથે હતો અને ત્યાંથી જ તેની સફળતાની યાત્રા શરૂ થઇ. એટલે તે (રોહિત શર્મા) શ્રેય આપવા માટે વધારે હકદાર છે.

એવું સૌરવ ગાંગુલીની જેમ છે તેઓ ભારતીય ટીમના કેપ્ટન બન્યા અને તેમણે નવી અને અલગ વસ્તુઓ અજમાવી. તેમની કેપ્ટન્સીમાં ભારત નંબર-1 ટીમ બની એટલે મારી પસંદ રોહિત શર્મા છે. જો કે, પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને IPLનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન કરાર આપ્યો. હરભજન સિંહે કહ્યું કે, ‘હું પોતાની વોટ ધોનીને આપીશ, કેમ કે પહેલા જ વર્ષથી તે એક જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો, તેણે ફ્રેન્ચાઇઝીને સફળ બનાવવા માટે મોટું ભૂમિકા ભજવી.

જે પ્રકારે તેણે ભારતીય ટીમની કેપ્ટન્સીની જવાબદારી ઉઠાવી, તે અદ્દભુત છે. અન્ય કેપ્ટનોએ પણ સારું કર્યું છે અને ટૂર્નામેન્ટ જીત્યા છે, પરંતુ મને લાગે છે કે કુલ મળાવીને મારો વોટ ધોનીને જશે.’ તેમણે કહ્યું કે, ‘જો તમે ટ્રોફીઓ જુઓ તો રોહિત શર્માએ 5 ટ્રોફીઓ જીતી છે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નામ પર 4 ટ્રોફીઓ રહી છે. હું બંને ટીમો માટે રમ્યો છું. મારું દિલ અત્યારે પણ મુંબઇ ઇન્ડિયન્સ માટે ધડકે છે કેમ કે હું તેના માટે 10 વર્ષ રમ્યો, પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સમાં વિતાવેલા 2 વર્ષોએ મને ઘણું બધું શીખવ્યું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp