- Sports
- વિરાટ કોહલી જ નહીં ભારતીય ટીમની જીતમાં આ 5 ખેલાડી રહ્યા હીરો
વિરાટ કોહલી જ નહીં ભારતીય ટીમની જીતમાં આ 5 ખેલાડી રહ્યા હીરો
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રસ્તાવિત 3 મેચોની વન-ડે સીરિઝની પૂર્ણાહુતિ થઇ ચૂકી છે. પ્રતિષ્ઠિત સીરિઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીના રોજ તિરુવનંતપુરમ સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે વિરોધી ટીમને 317 રનોથી મોટી હાર આપી. આ રનના અંતરમાં વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત પણ છે. આપણે આ આર્ટિકલમાં જોવા જઇ રહ્યા છીએ કે, તિરુવનંતપુરમમાં ભારતને મળેલી આ ઐતિહાસક જીતમાં કયા પંચ ખેલાડીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું.
વિરાટ કોહલી:

ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનું યોગદાન મહત્ત્વનું રહ્યું. તેણે ટીમ માટે ત્રીજા નંબરે બેટિંગ કરતા 110 બૉલમાં 166 રનોની નોટઆઉટ વિસ્ફોટક સદી બનાવી હતી. આ દરમિયાન તેના બેટથી 13 ફોર અને 8 શાનદાર સિક્સ નીકળ્યા. વિરાટ કોહલીની આ જબરદસ્ત ઇનિંગની મદદથી ભારતીય ટીમ 390 રનના વિશાળ સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી.
શુભમન ગિલ:

યુવા બેટ્સમેન શુભમન ગિલના પણ જેટલા પણ વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. તેણે ઇનિંગની શરૂઆત કરતા ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી. આ દરમિયાન તેણે 97 બૉલમાં 14 ફોર અને 2 સિક્સની મદદથી 116 રનની શાનદાર ઇનિંગ રમી. ભારતીય ટીમની આ ઐતિહાસિક જીતની જ્યારે પણ ચર્ચા થશે, ત્યારે-ત્યારે શુભમન ગિલનું નામ આદર સાથે લેવામાં આવશે.
રોહિત શર્મા:

નાનકડી જ પરંતુ ભારતીય ટીમની જીતમાં કેપ્ટન રોહિત શર્માની ઇનિંગને પણ ભૂલવવામાં નહીં આવે, તેણે ઓપનિંગમાં આવીને ધૂમ મચાવતા 42 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. ત્યારબાદ પોતાની કેપ્ટન્સીથી લોકોનું દિલ જીત્યું. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝને 3-0થી પોતાના નામે કરવામાં સફળ રહી.
મોહમ્મદ સિરાજ:

મોટા લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમની ચાલ મોહમ્મદ સિરાજે બગાડી. તેણે વિરોધી ટીમના 4 મુખ્ય ખેલાડીઓની વિકેટ લેતા તેમને આખી મેચથી દૂર કરી દીધા. ત્રીજી મેચમાં મોહમ્મદ સિરાજે કુલ 10 ઓવરોની બોલિંગ કરી. આ દરમિયાન તેણે 32 રન ખર્ચ કરતા સર્વોચ્ચ 4 સફળતા હાંસલ કરી. મોહમ્મદ સિરાજ અવિષ્કા ફર્નાન્ડો, નુવાનિદુ ફર્નાન્ડો, કુસાલ મેન્ડિસ અને વાનિંદુ હસરંગા બન્યા.
મોહમ્મદ શમી:

મોહમ્મદ શમીના પણ જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. મોહમ્મદ સિરાજ જ્યાર શરૂઆતી ઓવરોમાં ફટાફટ વિકેટ લઇ રહ્યો હતો. એ દરમિયાન શમીએ પણ સારી બોલિંગ કરીને વિરોધી ટીમ પર પ્રેશર બનાવવાનું કામ કર્યું. એવામાં વિરોધી ટીમના બેટ્સમેન મોહમ્મદ સિરાજ વિરુદ્ધ રન બનાવવા ગયા અને પોતાની વિકેટ ગુમાવી. ત્રીજી વન-ડેમાં મોહમ્મદ શમીએ કુલ 6 ઓવરોની બોલિંગ કરી. આ દરમિયાન તેણે 20 રન આપીને 2 સફળતા મેળવી. મોહમ્મદ શમીના શિકાર ચરિત અસલંકા અને ડુનિથ બેલલેજ બન્યા.

