અબ્દુલ રજ્જાકે સચિનને નહીં આ ભારતીય ખેલાડીને ગણાવ્યો સૌથી ખતરનાક બેટ્સમેન

PC: cricfit.com

વર્ષ 2006માં એક મેચમાં પાકિસ્તાનની વન-ડે ક્રિકેટની કેપ્ટન્સી સંભાળનાર અબ્દુલલ અબ્દુલ રજ્જાકે સચિન તેંદુલકર અને વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. અબ્દુલ રજ્જાકના જણાવ્યા મુજબ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પોતાના સમયમાં ભારતીય લાઇન-અપમાં સૌથી ખતરનાક બેટ્સમેન નહોતા. પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રજ્જાકે વન-ડેમાં 6 વખત સચિન તેંદુલકરને આઉટ કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે દિગ્ગજ બેટ્સમેન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અબ્દુલ રજ્જાકને સૌથી મુશ્કેલ બોલરોમાંથી એક કરાર આપી ચૂક્યા છે.

અબ્દુલ રજ્જાકે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, પાકિસ્તાની ક્રિકેટર્સ, દિગ્ગજ ભારતીય બેટ્સમેન વિરેન્દર સેહવાગ વિરુદ્ધ કાવતરું રચતા હતા. પાકિસ્તાની ક્રિકેટર્સ ભારત-પાકિસ્તાન મેચો દરમિયાન વિરેન્દર સેહવાગના વિકેટને જેકપોટ માનતા હતા. વિરેન્દર સેહવાગ સૌથી ખતરનાક ખેલાડી હતો. અમારી યોજના એ પ્રકારની રહેતી હતી કે જો અમને બે વિકેટ (વિરેન્દર સેહવાગ અને સચિન તેંદુલકરની) મળી તો અમે મેચ જીતી જઈશું.

બોલિંગમાં અમારા બેટ્સમેન ઝહીર ખાન વિરુદ્ધ યોજના બનાવતા હતા. ઈરફાન પઠાણ પણ થોડા સમય માટે નિશાના પર હતા. હરભજન સિંહ હતા. આ મોટા નામ હતા. જેમણે મોટી મેચો રમી અને પોતાના દેશ માટે શાનદાર પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંદુલકર વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારા ખેલાડી છે. સચિન તેંદુલકરે પાકિસ્તાન વિરુદ્ધ 69 વન-ડે મેચોમાં 2526 રન બનાવ્યા છે. ભારતના પૂર્વ ઑપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે પાકિસ્તાન વિરુદ્ધ 31 વન-ડે મેચોમાં 1071 રણ બનાવ્યા.

જો કે, વિરેન્દર સેહવાગે ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંદુલકરની તુલનામાં પાકિસ્તાન વિરુદ્ધ વધારે રન બનાવ્યા છે. વિરેન્દર સેહવાગે પાકિસ્તાન વિરુદ્ધ 91.14ની અવિશ્વસનીય એવરેજથી માત્ર 9 ટેસ્ટમાં 1,276 રન બનાવ્યા. અબ્દુલ રજ્જાકે વિરાટ કોહલીની ફિટનેસને વિશ્વસ્તરીય કરાર આપ્યો. સાથે જ કહ્યું કે, બાબર આઝમને ભારતીય બેટ્સમેનના સ્તર સુધી પહોંચવા માટે એ પહેલું પર ખૂબ કામ કરવું પડશે. અબ્દુલ રજ્જાકે કહ્યું કે, બાબર પાકિસ્તાનનો નંબર-1 ખેલાડી છે. તે વાસ્તવમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન (વન-ડે) છે. પછી તે રમતના કોઈ આપણ ફોર્મેટ હોય. પછી ટેસ્ટ હોય, વન-ડે હોય કે T20, તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

દરેક દેશ તેમના (વિરાટ કોહલી અને બાબર આઝમ) જેવા ખેલાડી ઈચ્છે છે. જો કે, મુખ્ય વાત એ છે કે તેમની ફિટનેસ વિશ્વસ્તરીય છે. બાબર આઝમની ફિટનેસ વિરાટ કોહલી જએવી નથી. બાબરે પોતાની ફિટનેસ પર કામ કરવાની જરૂરિયાત છે. અબ્દુલ રજ્જાકે કોહલીના વખાણ કરતા કહ્યું કે, વિરાટ એક ઉત્કૃષ્ટ અને શાનદાર ખેલાડી છે. સૌથી સારી વાત એ છે કે પોતાની ટીમને સાથે લઈને ચાલે છે. તેની મંશા હંમેશાં સકારાત્મક હોય છે. તે પોતાના કૌશલ્યનો સારી રીતે ઉપયોગ કરે છે. તેણે ફેન્સને અનુરોધ કર્યો કે તેઓ વિરાટ અને બાબરની તુલનાથી દૂર રહે કેમ કે બંને વિશ્વસ્તરીય ખેલાડી છે. આપણે તેમની તુલના કરવાની જરૂરિયાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp