2019-23 સુધી આટલી બદલાઈ ભારતીય ટીમ, આ વખત ODI WCમાં 5 ખેલાડી નહીં રમે

PC: kheltalk.com

ભારતમાં આ વર્ષે વન-ડે વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપની તૈયારીઓ કરી રહી છે. ભારતને છેલ્લા વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ આ મેચ બાદથી અત્યાર સુધી ઘણી બદલાઈ ગઈ છે. ઘણા ખેલાડી એવા છે જે અથવા તો રિટાયર થઈ ચૂક્યા છે કે તેમને ટીમથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે 5 ખેલાડી એવા છે જેમનું વર્લ્ડ કપ રમી શકવું અસંભવ છે. આવો તો આ આર્ટિકલમાં જાણીએ એ કયા 5 ખેલાડી છે જેમણે વર્ષ 2019માં ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ રમ્યો, પરંતુ આ વર્ષે ટીમ સાથે નજરે નહીં પડે.

મહેન્દ્ર સિંહ ધોની:

મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે થનારા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે રમતો નજરે નહીં પડે. તે વર્ષ 2019માં થયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. તેણે વર્ષ 2020માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. વર્ષ 2019ની સેમીફાઇનલ મેચ ધોનીની અંતિમ ઇન્ટરનેશનલ મેચ હતી. એ વર્ષે ધોની ભારતીય ટીમનો મુખ્ય હિસ્સો હતો, પરંતુ હવે ધોની ફેન્સને વિકેટ પાછળ આ વર્લ્ડ કપમાં નજરે નહીં પડે. ધોનીએ કેપ્ટન તરીકે એક વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે.

દિનેશ કાર્તિક:

દિનેશ કાર્તિકનું આ વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં રમી શકવું ખૂબ મુશ્કેલ નજરે પડી રહ્યું છે. જો કે, કાર્તિકે અત્યાર સુધી પોતાના સંન્યાસની જાહેરાત કરી નથી, પરંતુ તેનું ફોર્મ અને ઉંમર જોતા એમ લાગી રહ્યું છે કે તે ભારતીય ટીમમાં વાપસી નહીં કરી શકે. તેણે વર્ષ 2022માં થયેલા T20 વર્લ્ડ કપમાં પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. કાર્તિક વર્ષ 2019માં થયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો, પરંતુ આ વર્ષે તે ટીમમાંથી ડ્રોપ થયો છે. ટીમ પાસે વિકેટકીપર તરીકે આ ફોર્મેટમાં ઘણા વિકલ્પ છે.

વિજય શંકર:

વિજય શંકરને ગત વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. તેના સિલેક્શન પર સવાલ ઉઠ્યા હતા. શંકર BCCI અને ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય પર ખરો ઉતર્યો નહોતો અને તેને જલદી જ ટીમથી બહાર કરી દેવામાં આવ્યો. તેણે વર્ષ 2019ના વર્લ્ડ કપમાં જ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારથી તે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. જો કે, શંકરે આ વર્ષે વર્લ્ડ કપ અગાઉ IPLમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ભારતીય ટીમમાં તેની જગ્યા બની શકતી નથી.

શિખર ધવન:

ભારતીય ટીમનો ઑપનર બેટ્સમેન શિખર ધવન લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. સતત ખરાબ પ્રદર્શનના કારણે તેને ભારતીય ટીમથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ધવન ત્યારથી અત્યાર સુધી ભારતીય ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેની જગ્યાએ શુભમન ગિલને ટીમમાં ચાંસ આપવામાં આવ્યો છે અને તેણે શાનદાર પ્રદર્શન પણ કરીને દેખાડ્યું છે. ધવન માટે હવે ગિલને રિપ્લેસ કરવું મુશ્કેલ છે, એવામાં તેનું આ વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં રમી શકવું લગભગ અસંભવ લાગી રહ્યું છે.

કેદાર જાધવ:

કેદાર જાધવ વર્ષ 2019માં થયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો હતો, પરંતુ ત્યારબાદ તેના પ્રદર્શનમાં ભારે ઉતાર આવ્યો, જેના કારણે તેને વર્ષ 2020માં ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. કેદાર જાધવનું હવે ભારતીય ટીમમાં વાપસી કરી શકવું લગભગ અસંભવ છે. જધાવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી, પરંતુ તે હવે કમબેકના માર્ગથી દૂર છે. એવામાં તેનું વર્લ્ડ કપ રમી શકવું મુશ્કેલ નજરે પડી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp