શ્રીકાંતના મતે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર બનશે આ ખેલાડી
ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ કૃષ્ણામાચારી શ્રીકાંતે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર 2023 વન-ડે વર્લ્ડ કપ વિશે કરિશ્માઈ બેટ્સમેન વિરાટ કોહલી માટે કહ્યું છે કે તે ટીમના અન્ય ખેલાડીઓને તેમની ભૂમિકામાં મદદ કરશે. શ્રીકાંતે કહ્યું, 'અમે તેને શું રોલ આપી શકીએ? ઇશાન કિશનને જુઓ, તે કેવી રીતે બોલને ફટકારે છે. તેણે તાજેતરમાં બેવડી સદી પણ ફટકારી છે. આ ખેલાડીઓને કહો કે તેઓ મેદાન પર જાય અને તેમની રમત રમે. તેમના પર કોઈ રોક ન લગાવશો.
ક્રિષ્નામાચારી શ્રીકાંતે કહ્યું, 'ઈશાન કિશનની જેમ તમારે બે કે ત્રણ એવા ખેલાડીઓની જરૂર છે જે પોતાને વ્યક્ત કરવામાં ડરતા ન હોય. ઓલરાઉન્ડર, બેટિંગ ઓલરાઉન્ડર હોય કે બોલિંગ ઓલરાઉન્ડર, આ લાઇનઅપમાં જરૂરી છે, ટીમમાં આવા ખેલાડીઓનું સંકલન હોવું જોઈએ. ભૂતકાળમાં ગૌતમ ગંભીર એન્કરની ભૂમિકા ભજવી ચૂક્યો છે અને આ વખતે વિરાટ કોહલી માટે પણ એવું જ કહી શકાય, જે આ વખતે એ જ ભૂમિકા ભજવશે. તે ઈશાન કિશન જેવા ખેલાડીઓને મદદ કરશે. જ્યારે કિશને બેવડી સદી ફટકારી તો વિરાટે સદી ફટકારી.
શ્રીકાંતે સ્ટાર સ્પોર્ટ્સ પરના શો 'ક્રિકેટ કા મહાકુંભ'માં કહ્યું, 'આ ખેલાડીઓને સ્વતંત્રતા આપવાની વાત છે. તમે શું ઈચ્છો છો, તમે તમારી રમત રમો કે ભલે તમે આઉટ જ કેમ ના થઈ જાઓ. ટીમને આવું જ દ્રષ્ટિકોણ જોઈએ છે.
1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય શ્રીકાંતે સાથે કહ્યું કે વિરાટ આ વર્ષે વર્લ્ડ કપમાં બેટિંગ ચાર્ટમાં ટોપ પર રહેશે. ભૂતપૂર્વ પસંદગીકાર પ્રમુખે કહ્યું કે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહની પણ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા હશે જ્યારે દીપક હુડ્ડા રિઝર્વ તરીકે રહેશે. તેણે કહ્યું, 'આપણે દીપકને તૈયાર કરવાની જરૂર છે. અમને તેની પાસેથી 10 ઓવરની જરૂર નથી, અમને તેની પાસેથી ત્રણ કે ચાર ઓવર જોઈએ છે. તે બેટિંગ ઓલરાઉન્ડર બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp