વન-ડે વર્લ્ડ કપને લઈને મોટું અપડેટ, આ 2 શહેરોમાં થઈ શકે છે સેમીફાઈનલ

PC: ICC

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ભારતની મેજબાનીમાં આયોજિત થવાનો છે, જેનું શેડ્યૂલ 27 જૂન એટલે કે આજે જાહેર થઈ શકે છે, પરંતુ આ અગાઉ વર્લ્ડ કપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખત સેમીફાઈનલ મેચ ક્યાં રમશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખત સેમીફાઇનલ મેચ ક્યાં રમાશે તેનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખત વન-ડે વર્લ્ડ કપ દરમિયાન સેમીફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું સંભવ દેખાઈ રહ્યું નથી. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ આપી છે.

ફેન્સને આશા હતી કે એક સેમીફાઇનલ મેચ તો અમદાવાદમાં જરૂર થઈ શકે છે, પરંતુ તેમની આશાઓ પર પાણી ફરતું નજરે પડી રહ્યું છે. આ બંને સેમીફાઈનલ ક્યાં રમાશે તેનો ખુલાસો પણ કર્યો છે. જાણકારો મુજબ, વન-ડે વર્લ્ડ કપ 2023માં એક સેમીફાઈનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ઇતિહાસમાં એમ પહેલી વખત થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ જ ભારતમાં રમાશે.

વન-ડે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ગત વખતની રનર્સઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઑક્ટોબરના રોજ (રવિવાર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખત વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચોનું આયોજન થશે. ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા પહેલા જ આ મેગા ઇવેન્ટ માટે ક્વાલિફાઈ થઈ ચૂક્યા છે.

તો બાકી 2 ટીમોનો નિર્ણય ઝિમ્બાબ્વેમાં આ મહિને શરૂ થનારા ક્વાલિફાઇંગ ટૂર્નામેન્ટ દ્વારા થશે. ક્વાલિફાઇંગ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, નેધરલેન્ડ, આયરલેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઝીમ્બાબ્વે સામેલ છે. વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપની જેમ આ વખત પણ મેચ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. જ્યાં દરેક ટીમ બીજા વિરુદ્ધ એક વખત રમશે, એટલે કે ગ્રુપ સ્ટેજની સમાપ્તિ બાદ બધી ટીમો 9-9 મેચો રમી ચૂકી હશે. ગ્રુપ સ્ટેજમાં ટોપ-4 ટીમો સેમીફાઈનલ મેચમાં સામસામે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp