વર્લ્ડ કપમાં ભારત-પાક મેચની ટિકિટો આકાશને આંબી, આટલા લાખની એક ટિકિટ

PC: ndtv.com

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં રમાશે. તે મેચની ટિકિટને 50 લાખ રૂપિયા સુધીમાં વેચવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન મેચ માટે 3 સપ્ટે-23 ના રોજ મેચની ટિકિટને વેચવા માટે લાઇવ કરવામાં આવી હતી. પણ થોડી જ ક્ષણોમાં બધી ટિકિટ વેચાઇ ગઇ. ઓનલાઇન બુકિંગ એપ બુકમાયશો પર વર્લ્ડ કપની ટિકિટો વેચાઇ રહી છે. જેમાં ભારતની દરેક મેચોની ટિકિટ બુકિંગ 29 ઓગસ્ટના રોજ શરૂ થઇ હતી. તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચ માટેની ટિકિટ બુકિંગ બે ક્રમમાં થઇ હતી. સૌથી પહેલા માસ્ટરકાર્ડ ધારકો માટે સ્પેશ્યિલ બુકિંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા સ્ટેજમાં 3 સપ્ટેમ્બરના રોજ ટિકિટ બુકિંગનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. પણ મિનિટોમાં આ મેચની બધી ટિકિટો વેચાઇ ગઇ હતી. પણ હવે સેકેન્ડરી માર્કેટમાં આ ટિકિટોને ટોટિંગ લાખો રૂપિયામાં વેચવામાં આવી રહી છે. 

એવામાં ઘણાં ફેન્સ આ મેચની ટિકિટ હાસલ કરવા માટે અન્ય વિકલ્પો જોઇ રહ્યા છે. બ્લેક માર્કેટમાં આ ટિકિટની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઇ છે. એક સાઉથ પ્રીમિયમ વેસ્ટની ટિકિટ હાલમાં ઓનલાઇન સ્પોર્ટ્સ ટિકિટ પ્લેટફોર્મ વિયાગોગો પર 19.5 લાખમાં લિસ્ટ કરવામાં આવી છે.

જણાવીએ કે, આ લેવલની માત્ર બે ટિકિટ બચી છે. અને બંને ટિકિટને અધધધ 57 લાખમાં વેચવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટની કિંમતો જોઇને ફેન્સ સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો કે ટિકિટની કિંમત લાખો સુધી પહોંચી ગઇ છે. ફેન્સના મતે આ એક રીતની લૂટ છે.

તો બીજી બાજુ ભારતના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પણ ટિકિટ વ્યવસ્થાને લઇ પોતાની નાખુશતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, વર્લ્ડ કપ ટિકિટ મેળવવી ક્યારેય સરળ નથી રહી. પણ આ વખતે તો તે પહેલા કરતા પણ વધારે મુશ્કેલ થઇ ગયું છે. સારી વ્યવસ્થા અને યોજના કરી શકાય એમ હતી અને હું ફેન્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જેમને આશા હતી કે તેમને ટિકિટ મળશે. મને આશા છે કે આગળ BCCI પ્રેક્ષકો માટે ટિકિટની પ્રક્રિયા સરળ બનાવશે.

જાણ હોય તો, ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા ડિમાન્ડની રહી છે. તેની ટિકિટ મેળવવી ક્યારેય સરળ રહી નથી. 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ વર્લ્ડ કપ 2023ની મેચ થવા જઇ રહી છે. જેની રાહ સૌ કોઈ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp