ODI ટ્રોફી સ્પેસમાં લોન્ચ થઇ, 12000 ફુટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ કરાઇ

ભારતમાં આ વર્ષે ઓકટોબર મહિનામાં યોજાનારા ODI વર્લ્ડકપને લઇને ચાહકોમાં અનેરો ઉત્સાહ છે અને 10 દેશોની ટીમ ટકરાવવામાં આવી હતી.હવે એવા સમાચાર સામે આવ્યા છે કે BCCIએ અનોખા અંદાજમાં વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કર્યું છે.BCCIના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને માહિતી આપી છે.
ODI વર્લ્ડકપની ટ્રોફીનું અંતરિક્ષમાં અનાવરણ કરવામાં આવ્યું છે અને 12,000 ફુટથી આ ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં લેન્ડ કરવામાં આવી છે, હવે આ ટ્રોફી 18 દેશોમાં ટ્રાવેલ કરીને પાછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાવવામાં આવશે.
ક્રિક્રેટ ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ભારત સંપૂર્ણ ODI વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. ઉપરાંત બીજી પણ એવી ઘટના બની છે જે પહેલાવીર બની છે. ઇન્ટરનેશનલ ક્રિક્રેટ કાઉન્સિલ (ICC)એ સોમવારે ODI વર્લ્ડકપની ટ્રોફીને અંતરિક્ષમાં લોંચ કરી હતી. સાથે આ ટ્રોફીની વર્લ્ડ ટૂરની પણ જાહેરાત કરવામાં આવી છે.ટ્રોફીની વર્લ્ડ ટૂર 27 જૂનથી શરૂ થશે અને 4 સપ્ટેમ્બરે 18 દેશોમાં ફરીને પાછી ભારત પરત આવશે.
ICCએ આ ટ્રોફી અમેરિકાની ખાનગી સ્પેસ એજન્સી સેન્ટો ઇન્ટો સ્પેસની મદદથી બનાવી છે. જાણવા મળેલી માહિતી મુજબ બલૂનની મદદથી ટ્રોફીને અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. પૃથ્વીથી લગભગ 12000 ફુટની ઉંચાઇએ પહોંચ્યા પછી સ્ટ્રોટોસ્ફિયરમાં ટ્રોફીને લોંચ કરવામાં આવી હતી. સ્ટ્રેટોસ્ફિયર એ પૃથ્વીના વાતાવરણનું બીજું સ્તર છે. ICCએ 4 કેમેરાની મદદથી ટ્રોફીના અનાવરણના વીડિયો કેપ્ચર કર્યા હતા.
An out-of-this-world moment for the cricketing world as the #CWC23 trophy unveiled in space. Marks a milestone of being one of the first official sporting trophies to be sent to space. Indeed a galactic start for the ICC Men's Cricket World Cup Trophy Tour in India. @BCCI @ICC… pic.twitter.com/wNZU6ByRI5
— Jay Shah (@JayShah) June 26, 2023
જય શાહે ટ્વીટ કરીને કહ્યું કે સ્પેસની સફર પછી આ ટ્રોફીને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લેન્ડ કરાવવામાં આવી હતી. સ્પેસમાં ટ્રોફીનું અનાવરણ થયું હોય તેવી આ પહેલી ઘટના છે.
હવે આ ટ્રોફી દુનિયાના 18 દેશોમાં ક્યાં ક્યાં ફરવાની છે તે જાણી લઇએ. 27 જૂનથી 14 જુલાઇ સુધી ભારતમાં ફરશે, 15 જુલાઇથી 16 જુલાઇ ન્યુઝિલેન્ડ, 17થી 18 જુલાઇ ઓસ્ટ્રેલિયા, 19થી 21 જુલાઇ પાપુઆ ન્યૂ ગિની, 22થી 24 જુલાઇ ફરી ભારતમાં, 25થી 27 જુલાઇ અમેરિકા, 28થી 30 વેસ્ટઇન્ડિઝ, 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી પાકિસ્તાનમાં, 5થી 6 ઓગસ્ટ શ્રીલંકા,7થી 9 ઓગસ્ટ ઇટલી, 14થી 15 ઓગસ્ટ ફરી ભારત,21થી 24 ઓગસ્ટ ઇંગ્લેંડ,25થી 26 મલેશિયા,27થી 28 યુગાન્ડા, 29થી 30 ઓગસ્ટ નાઇઝિરિયા, 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સાઉથ આફ્રીકા અને 4 સપ્ટેમ્બરે ટ્રોફી ફરી ભારત પાછી આવશે.
ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારત દ્વારા યોજવામાં આવશે, જેનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ક્રિકેટ ઇતિહાસઆવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે સમગ્ર વિશ્વ કપ ભારતમાં રમાશે. ભારત પહેલાસંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું છે. મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ મંગળવારે જાહેર થયું છે. 48 મેચો રમાશે અને ફાઇનલ મેચ નરેન્દ્ મોદી સ્ટેડીયમાં રમાશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp