રમીઝ રાજાએ કહ્યું- 'BCCI કોઈ ચોક્કસ રાજકીય પક્ષની વિચારધારાથી કામ કરે છે'

PC: circleofcricket.com

પાકિસ્તાનના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ ફરી એકવાર BCCIને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. રમીઝ રાજાએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BJP છે. રમીઝ રાજાએ સરકારી કોલેજ યુનિવર્સિટી લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી.

PCBના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું કે, ભારતીય માનસિકતા પાકિસ્તાન ક્રિકેટની પ્રગતિને રોકવાની છે. રમીઝ રાજાએ કહ્યું, 'દુર્ભાગ્યથી ભારત સાથે જે થઈ રહ્યું છે તે BJPની માનસિકતા છે. મેં જે સંપત્તિઓની જાહેરાત કરી, તે PJL હોય કે પાકિસ્તાન વિમેન્સ લીગ હોય, તે એટલા માટે કરવામાં આવી હતી કે, અમે અમારી પોતાની મની-મેકિંગ એસેટ્સ બનાવી શકીએ, જેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભંડોળ મળી રહે, જે અમને ICCના ભંડોળથી દૂર લઈ જશે.'

એના પછી તેમણે ઉમેર્યું, 'આપણી સ્વતંત્રતા સાથે ચેડાં કરવામાં આવે છે, કારણ કે ICCના મોટા ભાગના સંસાધનો ભારતમાં બનાવવામાં આવે છે. જો ભારતની માનસિકતા પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દેવાની છે, તો આપણે ન તો અહીંના રહીશું અને ન તો ત્યાંના. રાજાએ એમ પણ કહ્યું કે, તેણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે અને તેમને ICCમાં નેતૃત્વની ભૂમિકાઓ લેવા કહ્યું છે, જેથી સંસ્થા પૈસાના દબાણ સામે ઝૂકી ન જાય.'

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023ને લઈને BCCI અને PCB વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં 2023નો એશિયા કપ પાકિસ્તાનમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, જો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે તો ભારત તેમાં ભાગ નહીં લે.

બીજી તરફ જય શાહના નિવેદન બાદ તત્કાલીન PCB રમીઝ રાજાએ તેનો વિરોધ કર્યો હતો અને પાકિસ્તાનને ODI વર્લ્ડ કપમાંથી બહાર રાખવાની વાત કરી હતી. વાસ્તવમાં, 2023 ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે શાબ્દિકયુદ્ધ ચાલી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાનમાં થવાની છે, પરંતુ તે પાકિસ્તાનમાં યોજાશે કે તટસ્થ સ્થળ પર શિફ્ટ કરવામાં આવશે, તે અંગે નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નજમ સેઠી આ મુદ્દે BCCI સાથે વાત કરવા માંગે છે.

PCBના એક સૂત્રને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, જો ગુરુવારે ILT20 લીગના ઉદ્દઘાટન સમારોહમાં BCCI સચિવ જય શાહ આવે તો PCBના વડા નજમ સેઠી તેમની સાથે વાતચીત કરવા માંગે છે. જો કે હજુ સુધી જય શાહ આ ઓપનિંગ સેરેમનીમાં જશે કે નહીં તેની કોઈ સત્તાવાર માહિતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp