શું સાઉથ આફ્રિકાની T20 લીગમાં રમવા જશે ધોની, જાણો સ્મીથ શું બોલ્યો

PC: twitter.com

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે દક્ષિણ આફ્રિકા T20 લીગ (SA20) લીગની પહેલી સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોની ઉપલબ્ધતા પર મોટું નિવેદન આપ્યું છે. SA20 લીગની પહેલી સીઝનમાં 6 ટીમોએ ભાગ લીધો છે. આ 6 ટીમોના માલિક ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝીના માલિક પણ છે. આ કારણે ઘણા બધા ખેલાડી એવા છે જે, IPLમાં જે ટીમ માટે રમી રહ્યા છે એ જ ટીમ માટે દક્ષિણ આફ્રિકા T20 લીગમાં પણ રમી રહ્યા છે.

આ લીગમાં ભારતીય ખેલાડી રમી રહ્યા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પોતાના ખેલાડીઓને કોઇ પણ વિદેશી લીગમાં રમવા કે કોઇ પણ રીતે ભાગ લેવા પર સખત પ્રતિબંધ લગાવી રાખ્યો છે. છતા પણ ભારતીય દર્શક સહિત આખી ક્રિકેટ દુનિયાના ફેન્સ ભારતના ખેલાડીઓને પણ વિદેશી લીગમાં જોવા માગે છે.

મહેન્દ્ર સિંહ ધોની બાબતે એવા સમાચાર સામે આવ્યા હતા કે તે પોતાની IPL ફ્રેન્ચાઇઝીની ટીમ જોબર્ગ સુપર કિંગ્સનો મેન્ટર બની શકે છે, પરંતુ તેના માટે તેણે BCCI સાથેના બધા કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવા પડશે.

આ અંગે વાત કરતા દક્ષિણ આફ્રિકા T20 લીગના કમિશનર ગ્રીમ સ્મિથે જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની જેવો વ્યક્તિ અમારી લીગમાં નિઃસંકોચ ખૂબ વેલ્યૂ લઇને આવે છે. તે ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે અને એ પ્રદર્શનને ખૂબ લાંબા સમય માટે યથાવત પણ રાખી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની આ લીગમાં સામેલ થવાથી આ ટૂર્નામેન્ટનું લેવલ વધી જશે અને અમને તેના પર ખૂબ ગર્વ થશે. જો તેને આ લીગમાં સામેલ કરવાનો કોઇ અવસર બનશે તો હું પાક્કો માહી પાસે જઇશ.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ તો લઇ ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધી IPL રમી રહ્યો છે. એવામાં જો તેણે કોઇ પણ વિદેશી લીગમાં સામેલ થવું હોય તો તેણે IPLમાંથી પણ સંન્યાસ લેવું પડશે. તો હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો એવો કોઇ ઇરાદો નથી કેમ કે આ સમયે તે IPL 2023ની તૈયારીઓ કરી રહ્યો છે. આ વર્ષે ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટન્સી કરતો નજરે પડશે. જો કે, એમ કહેવામાં આવી રહ્યું છે કે આ IPL સીઝન તેની છેલ્લી સીઝન હોય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp