પૂર્વ ક્રિકેટર કહે- જો રોહિત અને કોહલીને રમાડવા જ નહોતા તો સિલેક્ટ શા માટે કર્યા

રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્વ બીજી વન-ડે મેચમાં રમ્યા નહોતા. ત્યારબાદ ભારતીય ટીમ શરમજનક રીતે મેચ હારી ગઈ અને તેને લઈને હવે ખૂબ તીખી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પૂર્વ ક્રિકેટર સબા કરીમે કહ્યું કે, જો રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમાડવા જ નહોતા તો પછી તેમને વન-ડે ટીમમાં સિલેક્ટ જ શા માટે કર્યા હતા. ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ બીજી વન-ડે મેચમાં અભૂતપૂર્વ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે આ મેચ માટે નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીને રેસ્ટ આપ્યો હતો અને આ બે મોટા ખેલાડીઓની ગેરહાજરીની અસર ટીમ ઉપર ખૂબ જોવા મળી. ભારતીય ટીમે ટોસ હારીને બેટિંગ કરતા 40.5 ઓવરમાં 181 રન પર જ સમેટાઇ ગઈ. સબા કરીમ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી ખુશ નથી. તેણે Jio સિનેમા પર વાતચીત દરમિયાન કહ્યું કે, નિયમિત ખેલાડીઓને પણ આ પ્રકારે પડકારોનો સામનો કરવા માટે સમય જોઈએ છે.
નંબર-4 પર તમને લાગે છે કે શ્રેયસ ઐય્યર આવશે, પરંતુ તેને પણ લયમાં આવવા માટે સમય લાગશે. ત્યાં તમારું કોણ તમારું બેકઅપ છે? કેમ કે તેમાંથી કોઈ છે તો પછી તમારે પોતાની બેટિંગ ઓર્ડરને એ જ હિસાબે ઓર્ડર કરવો પડશે. પહેલા બેટિંગ કરવાની અમારા માટે એકદમ આઇડિયલ સ્થિતિ પણ હતી, પરંતુ જો યોગ્ય બેટિંગ ઓર્ડર થતો તો પછી વસ્તુ સારી થઈ શકતી હતી. સબા કરીમે આગળ જણાવ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી કેમ રમી રહ્યા નથી? જો તમે તેમને રમાડી જ રહ્યા નથી તો પછી ટીમ સાથે લઈ જવાનો શું અર્થ છે? ત્યારે તમારે નવા ચહેરા લઈને જવા જોઈતા હતા.
આ અગાઉ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રમવું જોઈએ કેમ કે વર્લ્ડ કપ નજીક છે અને તમારી પાસે વધુ સમય નથી. મેચ બાદ રાહુલ દ્રવિડે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ન રમાડવાનું કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે, અમારી પાસે ખેલાડીઓને ટ્રાઇ કરવાનો અંતિમ અવસર હતો. અમારા ચાર ખેલાડી ઇજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં છે. એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ અગાઉ અમારા પર ખૂબ ઓછો સમય બચ્યો છે.
તેમણે કહ્યું હતું કે, અમે એશિયા કપમાં જોખમ લઈ શકીએ છીએ, પરંતુ વર્લ્ડ કપમાં નહીં. એટલે અમે ઈચ્છીએ છીએ કે જો વસ્તુ ખરાબ થાય છે તો ઓછામાં ઓછો તેમની પાસે કંઈક અનુભવ હોય. તેનાથી અમારી પાસે નિર્ણય લેવા માટે ઘણા અવસર બની જાય છે. આ પ્રકારની સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને અવસર આપીને અમને અમારા સવાલોના જવાબ નહીં મળે. અમને ઇજાગ્રસ્ત ખેલાડીઓનો વિકલ્પ જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp