ઉર્વશીના સવાલ પર પાકિસ્તાની બોલર નસીમ શાહે કહ્યું,'..તો હું તેની સાથે લગ્ન કરીશ'
ફિલ્મો સિવાય ઉર્વશી રૌતેલા પોતાની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં છે. તેનું નામ ક્યારેક ભારતીય ક્રિકેટર રિષભ પંત સાથે જોડાય છે, તો ઘણી વખત તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાની ક્રિકેટરે ઉર્વશી રૌતેલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. નસીમ શાહ પાકિસ્તાન ટીમના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. તાજેતરમાં ઉર્વશી રૌતેલાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી.
હવે એ તો બધા જ જાણે છે કે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તાજેતરના સમયમાં કયા કારણોસર વધુ લોકપ્રિય છે! સૌપ્રથમ ઉર્વશી અને ઈજાગ્રસ્ત રિષભ પંતની સોશિયલ મીડિયા પર પહેલા તુ-તુ-મેં-મૈં અને પછી ઉર્વશી રૌતેલા ઘણી મેચોમાં મેદાન પર દેખાવું, વગેરે વગેરે, જેના કારણે ચાહકો પણ ખૂબ જ મુંઝવણમાં જોવા મળ્યા હતા. તેઓ હજુ પણ સમજી શકતા નથી કે, શું થઈ રહ્યું છે. અને આ સંબંધનું નામ શું છે? અને ચાહકો એ પણ જાણવા માંગે છે કે, પાકિસ્તાની ઝડપી બોલર નસીમ શાહનું નામ પણ ઉર્વશી રૌતેલા સાથે કેમ જોડાય છે. ક્યારેક બંને દેશોના ફેન્સ સોશિયલ મીડિયા પર જોડી દે છે, તો ક્યારેક બંને દેશોની મીડિયા તેમના નામ જોડી દે છે. પરંતુ હવે આ તાજો કિસ્સો તમારી સામે છે.
આ પ્રકરણમાં, જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રિષભ પંતનું નામ પરિસ્થિતિને કારણે બેકફૂટ પર ગયું છે, ત્યારે ઉર્વશી રૌતેલાની સાથે નસીમ શાહનું નામ ફરી સામે આવ્યું છે. અને આ વખતે નસીમ શાહે પોતે સીધે સીધી દિલની વાત કરી દીધી છે. પાકિસ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલા સવાલ-જવાબ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઉર્વશીને લઈને તેને એક સવાલ કરવામાં આવ્યો હતો. આના પર નસીમ શાહે હસીને કહ્યું હતું કે, 'જો હું મેસેજ આપીશ તો તમે તેને વાયરલ કરી દેશો. જો તે લગ્ન માટે તૈયાર થશે તો હું લગ્ન કરીશ.'
એકંદરે પાકિસ્તાનના ફાસ્ટ બોલરે પોતાના દિલની વાત એકદમ સ્પષ્ટ કહી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે, ઉર્વશી આ અંગે શું જવાબ આપે છે. સ્વાભાવિક છે કે આ વીડિયો રૌતેલા સુધી પહોંચી ગયો હશે અને એ પણ સ્પષ્ટ છે કે જ્યારે પણ રૌતેલા પત્રકારોની સામે હશે, ત્યારે તેને આ સવાલનો સામનો કરવો જ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp