શું રોહિત T20 છોડવાની તૈયારી કરી રહ્યો છે, કેપ્ટને પોતાના ભવિષ્ય વિશે વાત કરી

PC: navbharattimes.indiatimes.com

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ સોમવારે કહ્યું હતું કે 'T-20 ઈન્ટરનેશનલને છોડી દેવાની' મારી કોઈ યોજના નથી. જો ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોનું માનીએ તો બોર્ડ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે હાર્દિકના નેતૃત્વમાં યુવા ટીમ તૈયાર કરવા માંગે છે. રોહિત, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને અનુભવી KL રાહુલને શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 શ્રેણી માટે ટૂંકા ફોર્મેટની ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.

રોહિતે શ્રીલંકા સામેની પ્રથમ વનડેની પૂર્વ સંધ્યાએ કહ્યું, 'પહેલી વાત એ છે કે સતત મેચ રમવી શક્ય નથી. તમારે તેમને (તમામ ફોર્મેટના ખેલાડીઓને) પૂરતો આરામ આપવાની જરૂર છે. મારી સાથે પણ એવું જ છે. ન્યુઝીલેન્ડ સામે અમારી પાસે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ મામલે IPL પછી કંઈક વિચારશે. મેં ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો નથી.'

રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો. સ્લિપમાં કેચ લેતી વખતે તેના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ કારણે રોહિત વનડે સીરીઝની છેલ્લી મેચ તેમજ શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝ અને T20 સીરીઝ રમી શક્યો ન હતો. હવે લગભગ એક મહિના પછી તે મેદાનમાં પરત ફરવા જઈ રહ્યો છે.

રોહિત શર્માનું ફોર્મ છેલ્લા કેટલાક સમયથી ખાસ રહ્યું નથી. તેણે જાન્યુઆરી 2020માં જ ODI ક્રિકેટમાં છેલ્લી સદી ફટકારી હતી. ટેસ્ટમાં પણ તેણે 2021ના ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ સદી ફટકારી નથી. રોહિત T-20માં પણ લાંબી ઇનિંગ્સ રમી શકતો નથી. T20 વર્લ્ડ કપ 2022માં તેનું બેટ સંપૂર્ણપણે શાંત હતું. તે ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. સેમીફાઈનલમાં હારીને ભારત વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

જોકે આ પહેલીવાર નથી કે જ્યારે કેપ્ટનશિપને લઈને ટીમમાં આવો ફેરફાર થયો હોય. જ્યારથી વિરાટ કોહલીએ રોહિત શર્માને કેપ્ટન્સી સોંપી છે ત્યારથી ટીમના નેતૃત્વને લઈને સતત પ્રયોગો થઈ રહ્યા છે. આ જ કારણ છે કે, આ દરમિયાન ક્યારેક KL રાહુલ તો ક્યારેક જસપ્રિત બુમરાહ. ક્યારેક શિખર ધવન તો ક્યારેક રિષભ પંતને અલગ-અલગ ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યા. હાર્દિક પણ આ પ્રયોગનો એક ભાગ હતો, જ્યારે તેને પ્રથમ વખત આયર્લેન્ડ પ્રવાસ પર રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવાની તક મળી.

એવું માનવામાં આવે છે કે, BCCI હવે રોહિતને માત્ર વનડે અને ટેસ્ટમાં જ કેપ્ટનશિપ આપવાના મૂડમાં છે. જ્યારે, T20 જેવા ફોર્મેટમાં નવી ટીમ તૈયાર કરવાના ઇરાદા સાથે, હાર્દિકને સંપૂર્ણ રીતે કમાન સોંપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું પણ જરૂરી છે કે T20માં રોહિતની કેપ્ટનશિપનો ટ્રેક રેકોર્ડ કેવો રહ્યો છે, જેના કારણે હવે BCCIએ આ કડક નિર્ણય લેવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp