'નિવૃત્તિ પછી એક વાતનો અફસોસ થશે..', અશ્વિનની પીડા છલકાઈ

અશ્વિનને WTC ફાઈનલમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી, જેણે ઘણા દિગ્ગજોને આશ્ચર્યચકિત કર્યા હતા, ઘણા લોકો માને છે કે ફાઇનલમાં ભારતીય ટીમની હારનું સાચું કારણ અશ્વિનની ગેરહાજરી હતી. સચિન તેંડુલકરે પણ ટ્વિટ કરીને અશ્વિનને ન રમાડવા પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે, હવે અશ્વિને પોતે નહીં રમવા પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સૂત્રોને આપેલા એક જવાબમાં અશ્વિને ફાઈનલ નહીં રમવાની વાત કરી છે. અશ્વિને કહ્યું, 'તેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. અમે હમણાં જ ફાઈનલ રમી છે. મને ફાઈનલ રમવાનું ગમતે, એટલું જ નહીં મેં છેલ્લી ફાઇનલમાં સારી બોલિંગ કરી અને 4 વિકેટ લીધી હતી.' વિદેશી ધરતી પરના પોતાના પ્રદર્શન અંગે તેણે કહ્યું, 'તેનું વિદેશમાં પ્રદર્શન 2018-19 સીઝનથી 'શાનદાર' રહ્યું છે.'

અશ્વિને આગળ કહ્યું, '2018-19થી, વિદેશમાં મારી બોલિંગ શાનદાર રહી છે અને હું ટીમ માટે મેચો જીતવામાં સફળ રહ્યો છું... હું તેને એક કેપ્ટન અથવા કોચ તરીકે જોઈ રહ્યો છું અને હું ફક્ત તેમના બચાવમાં વાત કરી શકું છું, એટલા માટે છેલ્લી વખત અમે જ્યારે ઈંગ્લેન્ડમાં હતા, ટેસ્ટ 2-2થી ડ્રો રહી હતી, તેમને લાગ્યું હશે કે ઈંગ્લેન્ડમાં 4 પેસર અને 1 સ્પિનરનું સંયોજન વધુ સારું રહેશે, તેઓએ ફાઈનલમાં પણ આવું જ વિચાર્યું હશે..., સમસ્યા એક સ્પિનરના રમવાની નથી, સમસ્યા છે ચોથી ઇનિંગ્સ. ચોથી ઇનિંગ્સ એ ટેસ્ટ મેચનું ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને અમારા માટે પૂરતા રન બનાવવા માટે સક્ષમ થવું જેથી સ્પિનર રમતમાં આવી શકે, તે બધું માનસિકતા પર આધારિત છે.'

અશ્વિને ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે, એક બેટ્સમેન ન હોવાનો તેને કેટલો અફસોસ થશે. પોતાની વાત રાખતા અશ્વિને કહ્યું, 'કાલે જ્યારે હું ક્રિકેટને અલવિદા કહીશ, ત્યારે મને અફસોસ થશે કે, એક સારો બેટ્સમેન હોવા છતાં, મારે બોલર તરીકે આગળ વધવું જોઈતું નહોતું. મને લાગે છે કે બોલરો અને બેટ્સમેન સાથે અલગ અલગ રીતે વ્યવહાર થતો હોય છે. એવી ધારણાની સાથે મેં સતત લડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બોલરો અને બેટ્સમેન માટે અલગ-અલગ માપદંડો હોય છે અને વિવિધ પદ્ધતિઓ પણ...'

હકીકતમાં, અશ્વિનને પૂછવામાં આવ્યું હતું કે, પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બેટ્સમેન માટે એવો કોઈ નિયમ નથી કે તે ફક્ત સ્પિનરો અથવા બોલરો માટે જ હોય, આ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપતા, અશ્વિને પોતે એક બોલર હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.