છેલ્લાં 2 વર્લ્ડકપની મેચોમાં આપણી બોલિંગમાં જોશનો અભાવ હતો: ઇરફાન પઠાણ

PC: facebook.com/irfan.pathan.585112

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું માનવું છે કે, ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપ 2021 અને 2022માં એટલા માટે સફળ નહોતી થઇ કારણ કે ભારત પાસે ફાસ્ટ બોલર અથવા વિવિધતા વાળા બોલર્સનો અભાવ હતો. અત્યારે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝમાં જીત સાથે શરૂઆત કરી છે. ઇરફાને ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં મોહમ્મદ શમીના પ્રદર્શન પર વાત કરતા કહ્યું હતું કે, જો શમી વર્લ્ડકપ 2023માં જવા માંગતા હોય તો તેમણે બોલિંગમાં થોડો સુધારો કરવો પડશે.

ઇરફાને કહ્યું કે, ભારતે બોલિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે કયા કોમ્બિનેશન સાથે રમવું જોઇએ અને કયા બોલરોને તક મળવી જોઈએ તેનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. તે પીચોનો તેઓ મહત્તમ ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર છે. અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે, પિચો સપાટ છે. અમારી બોલિંગ સારી નથી અને તે જ અમે છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેમજ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં જોયું છે. આપણી બોલિંગમાં ચોક્કસપણે ગરમીનો અભાવ જોવા મળ્યો હતો.

પઠાણે કહ્યું કે, હું આપણા બોલરોને વ્યક્તિગત રીતે આગળ વધતા જોવા માંગુ છું કે આપણી પાસે બે બોલર્સ છે જેમને ખાસ પિચોની જરૂર નથી જેની અમને અપેક્ષા છે, પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ પર ફોલો ધ બ્લૂઝ શોમાં કહ્યું. એ બે બોલર્સ પાસે ગતિ અથવા વિવિધતા સંબંધિત કુશળતા છે અને મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો અને દરેક વ્યક્તિ, સુકાની રોહિત શર્મા પણ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.

ઇરફાને એ પણ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં મને મોહમ્મદ શમીનું પ્રદર્શન પસંદ આવ્યું હતું. શમીએ આ મેચમાં ન્યૂઝીલેન્ડને 108 રનમાં ઓલઆઉટ કરવમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. શમીએ પોતાની કલાઇથી બોલને અંદર લાવવાનું કામ અસરકારક રહ્યું. તેણે બાન્સર બોલિંગ કરીને પીચનો સારી રીતે ઉપયોગ કર્યો અને બે વિકેટ લીધી હતી.

ભારત ઑક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે, જેમાં શ્રીલંકા સામે 3-0થી સીરિઝ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સીરિઝ જીતી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પેસ બોલિંગ લાઇન અપમાં મુખ્ય આધાર તરીકે ઉભરી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp