કોહલી માટે પોતાના જ લોકો સાથે ઝઘડી પડી પાકિસ્તાની ગર્લ, ખુલ્લેઆમ બોલી..
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023ની ગ્રુપ સ્ટેજ મેચ કેન્ડીમાં રમાઈ હતી. વરસાદના કારણે આ મેચ પૂરી ન થઈ શકી અને તેને રદ્દ કરવી પડી. જો કે, ભારતીય ટીમને પૂરી બેટિંગ કરવાનો અવસર મળ્યો, પરંતુ ભારતીય ટીમની ઇનિંગ બાદ મેચ એવી રીતે રોકાઈ કે તે ફરી શરૂ ન થઈ. મેદાનમાં પહોંચેલા ફેન્સ આ દૃશ્ય જોઈને બિલકુલ પણ ખુશ નહોતા કેમ કે, તે ભારત પાકિસ્તાન વચ્ચે એક હાઇ વૉલ્ટેજ મેચ જોવા માગતા હતા, પરંતુ એવું થઈ ન શક્યું. ફેન્સના ચહેરાઓ પર ખૂબ નિરાશા હતી.
જો કે, આ બધા વચ્ચે એક પાકિસ્તાની ફેનના વીડિયો ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તેણે જણાવ્યું કે, તે માત્ર ભારતના વિરાટ કોહલીન જોવા આવી હતી. ફેને વાયરલ થઈ રહેલા વીડિયોમાં કહી કેમ કે વિરાટ કોહલી ફેવરિટ ખેલાડી છે અને હું ખાસ મેચ તેને જોવા માટે આવી હતી. હું એક્સપેક્ટ કરી રહી હતી કે તે સદી મારશે. મારું દિલ તૂટી ગયું. પાકિસ્તાનની વિરાટ કોહલીની આ ફેન ગર્લ ખુલ્લેઆમ પાકિસ્તાની સપોર્ટર્સ વચ્ચે વિરાટ કોહલીને જોરદાર સપોર્ટ કરી રહી હતી.
Should learn from Pakistani cricket fans… always graceful in defeat or win. Game ko game hi rakho. #INDvsPAK pic.twitter.com/DfJYVZdZsl
— Sangita (@Sanginamby) September 3, 2023
એવામાં એક પાકિસ્તાની ફેને કહ્યું કે, તે ઇન્ડિયન સપોર્ટ કરી રહી નથી, વિરાટ કોહલીને કરી રહી છે. તેના પર એ ફેન ગર્લે કહ્યું કે, કાકા પાડોશીઓને પ્રેમ કરવો ખરાબ વાત તો નથી ને. તેના આ જવાબે બધાને હલાવીને રાખી દીધા. ત્યારબાદ રિપોર્ટરે તેને પૂછ્યું કે, જો તમને વિરાટ કોહલી અને બાબર આઝમ (પાકિસ્તાન ટીમના કેપ્ટન)માં કોઈ એકને પસંદ કરવો હોય તો કોને પસંદ કરશે? તેના પર પાકિસ્તાની ફેન ગર્લ કહી રહી છે કે, ‘વિરાટ કોહલી.’ આ ફેન ગર્લની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. તેણે પોતાના મોઢા પર પાકિસ્તાન અને ભારત બંનેના ફ્લેગ બનાવ્યા છે અને તેનું કહેવું છે કે તે મેદાનમાં બંને ટીમોને સપોર્ટ કરવા માટે આવી હતી.
એ સિવાય મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદથી બાધિત આ મેચમાં ભારતીય ટીમને શરૂઆત પણ સારી મળી નહોતી. ભારતીય ટીમે 66 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમના ટોપ બેટ્સમેન રોહી શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યર સસ્તામાં આઉટ થઈ ગયા. તેમાં વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો. ભારતે ઇશાન કિશન 82 અને હાર્દિક પંડ્યાના 87 રનની મદદથી 48.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 266 રન બનાવ્યા હતા, પરંતુ ભારતની ઇનિંગ બાદ વરસાદના કારણે મેચ શરૂ જ ન થઈ શકી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp