વર્લ્ડ કપ મેચ પહેલા પાક. ખેલાડી ભારતથી ડર્યા; કહ્યું-ભારત સામે હારી પણ ગયા તો...

PC: india.com

ICCએ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરી દીધું અને તેની રિલીઝ સાથે જ વર્લ્ડ કપની ચર્ચાઓ ચારેય બાજુ થવા લાગી. તમામ ક્રિકેટ ચાહકો જાણવા ઈચ્છતા હતા કે, વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે મેચ રમાશે. આ મેચ પહેલા પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાદાબ ખાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.

વર્લ્ડ કપના શેડ્યૂલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેગા મેચ રમાશે. આ શાનદાર મેચને લઈને ઘણા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પરંતુ હવે આ મેચને લઈને પાકિસ્તાન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે, અમે ભારતીય ધરતી પર તેમના જ પ્રશંસકો વચ્ચે મેચ રમવા જઈ રહ્યા છીએ.

પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પર કહ્યું કે, અમારો હેતુ વર્લ્ડ કપ જીતવાનો છે. ભલે પાકિસ્તાનની ટીમ ભારત સામેની મેચમાં હારી જાય. તેનું કહેવાનું એકદમ સ્પષ્ટ છે કે, ટીમ ઈન્ડિયા સામેની મેચ કરતાં વધુ તેનું સંપૂર્ણ ધ્યાન ભારતમાં વર્લ્ડ કપ જીતવા પર રહેશે.

શાદાબ ખાને ક્રિકેટ પાકિસ્તાન સાથેની વાતચીત દરમિયાન કહ્યું, 'ભારત સામે રમીને એક અલગ જ આનંદ મળે છે. એકંદરે દબાણ પણ અલગ જ હોય છે. હવે જ્યારે અમારે ત્યાં જવું પડશે ત્યારે તે તેમનું હોમ ગ્રાઉન્ડ હશે. ભીડ પણ અમારી વિરુદ્ધ હશે. જો કે, અમે ત્યાં વર્લ્ડ કપ રમવા જઈ રહ્યા છીએ, તેથી આપણે તેના વિશે વિચારવું જોઈએ. જો આપણે ભારત સામે જીતી જઈએ છીએ અને વર્લ્ડ કપ હારી જઈએ તો તેનો કોઈ ફાયદો નથી.'

પાકિસ્તાની ઓલરાઉન્ડરે કહ્યું, 'જો તમે મને પૂછો તો મારા મતે... ભગવાન ના કરે, પરંતુ જો અમે ભારત સામે હારી જઈએ અને વર્લ્ડ કપ જીતી ગયા.' તે જીત-જીત છે, કારણ કે અમે ચોક્કસપણે વિશ્વ કપ જીતવા જ ગયા છીએ. અમે જ્યાં પણ ટુર્નામેન્ટમાં જઈએ છીએ, અમારો હેતુ તે ટુર્નામેન્ટ જીતવાનો હોય છે.'

અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાશે. અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 132,000 દર્શકોની છે. આમ જોવા જઈએ તો, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ છે અને તે તમામમાં ભારતે જીત મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp