પાકિસ્તાન સેમીફાઇનલની રેસથી બહાર? આ સમીકરણથી બાબરને આશા,પાડોશી દેશને દુવાની જરૂર

PC: twitter.com/ICC

એડેન માર્કરમ (91)ની શાનદાર બેટિંગ અને કેશવ મહારાજ (7*)ના વિનિંગ શૉટથી દક્ષિણ આફ્રિકાએ ICC વન-ડે વર્લ્ડ કપ મેચમાં શુક્રવારે (27 ઓક્ટોબરના રોજ) પાકિસ્તાન પર એક વિકેટે રોમાંચક જીત હાંસલ કરી. આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકન ટીમે અત્યાર સુધી વર્લ્ડ કપની 6માંથી 5 મેચ જીતી છે. તેને માત્ર નેધરલેન્ડ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો. પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર ભારતીય ટીમ અને ત્રીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે. પાકિસ્તાની ટીમે અત્યાર સુધી વર્લ્ડ કપમાં 6 મેચ રમી છે અને તેને 2 મેચમાં જીત મળી છે, તો 4 મેચમાં હાર મળી છે.

બાબરની કેપ્ટન્સીવાળી ટીમની રનરેટ (NRR) ખૂબ જ ખરાબ છે. એવામાં મોટો સવાલ એ ઉઠે છે કે શું પાકિસ્તાની ટીમ અત્યારે પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે. સમીકરણોની જાળ કંઈક એવી છે કે પાકિસ્તાની ટીમ અત્યારે પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે. આમ તો એવું લાગી રહ્યું નથી કે પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપના પોઇન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી શકશે, પરંતુ અત્યારે પણ સેમીફાઇનલમાં થોડી ઘણી સંભાવના છે. એમ કરવા માટે પાકિસ્તાને પહેલા બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની બાકી બચેલી ત્રણેય મેચ જીતવી પડશે એટલે કે કુલ મળીને પાકિસ્તાની ટીમે પોતાની ટીમ માટે દુવા કરવી પડશે.

એક વાર એમ માની લઈએ કે પાકિસ્તાન પોતાની ત્રણેય મેચ જીતે છે તેની સફર લીગ રાઉન્ડમાં 10 પોઇન્ટ્સ સાથે પોતાની સફર સમાપ્ત કરશે. એ તેને સેમીફાઇનલમાં લઈ જવા માટે પૂરતા નથી. ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ 10-10 પોઇન્ટ્સ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પાસે 8-8 પોઇન્ટ્સ છે. પાકિસ્તાને હવે આશા રાખવી પડશે કે, ભારત, દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમો ટોપ-3માં બનેલી રહે. જો ઓસ્ટ્રેલિયા પોતાની ત્રણમાંથી ઓછામાં ઓછી 2 મેચ હારે છે તો તે (પાકિસ્તાન) ચોથી ટીમના રૂપમાં પ્રવેશ કરી શકે છે. સાથે જ પાકિસ્તાને આશા રાખવી પડશે શ્રીલંકા અને અફઘાનિસ્તાન 3-3થી વધુ મેચ ન જીતે.

જો ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય 10 પોઇન્ટ્સ સાથે રાઉન્ડ સમાપ્ત કરે છે તો તેમાંથી સૌથી સારી રનરેટવાળી ટીમ સેમીફાઇનલ પહોંચી જશે. એક અન્ય ફેક્ટર જે પાકિસ્તાનના પક્ષમાં કામ કરી શકે છે એ છે જો ન્યૂઝીલેન્ડ પોતાની બાકી ત્રણેય લીગ રાઉન્ડ મેચ હારી જાય, એ થવાની સંભાવના ખૂબ ઓછી છે. આમ 15 નવેમ્બરે વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મુંબઇમાં રમાશે. બીજી સેમીફાઇનલ 16 નવેમ્બરે કોલકાતામાં રમાશે. ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp