ઈંઝમામ ઉલ હકે શા માટે કહ્યું કે તે કુલદીપ યાદવને સિલેક્ટ ન કરી શકે, જાણો

PC: indiatimes.com

5 ઓક્ટોબરના રોજ ભારતમાં શરૂ થનારા વર્લ્ડ કપ માટે પાકિસ્તાને પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન ઈંઝમામ-ઉલ-હકે પ્રેસ કોન્ફરેંસ દરમિયાન મીડિયા સામે ટીમનું એલાન કર્યું. આખું વર્ષ ઘરે બેસનારા ફાસ્ટ બોલર હસન અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પત્રકારોએ આ દરમિયાન સવાલોની લડી કરી નાખી. આ બધાની વચ્ચે એક ક્ષણ એવી પણ આવી જ્યારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવનો ઉલ્લેખ થયો અને આખા હોલમાં હસવાની ગૂંજ ઊઠી. જણાવીએ કે, પાકિસ્તાને તેની પહેલી મેચ નેધરલેન્ડ સામે 6 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં રમવાની છે.

હું કુલદીપ યાદવને સિલેક્ટ ન કરી શકું

પાકિસ્તાનની ટીમનું એલાન કર્યા પછી પ્રેસ કોન્ફરેંસમાં મોજૂદ એક પત્રકારે ઈંઝમામને મોહમ્મદ નવાઝના સિલેક્શન પર સવાલ ઉઠાવતા ભારતના કુલદીપ યાદવ સાથે તુલના કરી દીધી. એશિયા કપ દરમિયાનના બંનેના આંકડા સામે રજૂ કર્યા. જેના જવાબમાં ઈંઝમામ-ઉલ-હકે વ્યંગ કરતા કહ્યું કે, હવે તે કુલદીપ યાદવને તો સિલેક્ટ ન કરી શકે કારણ કે તે બીજી ટીમનો ખેલાડી છે. એવામાં જે સારો પ્લેયર અવેલેબલ છે, તેમાંથી જ ટીમનું સિલેક્શન થશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલના ચીફ સિલેક્ટર ઈંઝમામનો જવાબ સાંભળી બધા હસી પડ્યા.

એશિયા કપ દરમિયાન નસીમ શાહના ઈજાગ્રસ્ત થવાથી પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઇ. હારિસ રઉફની ફિટનેસ પર પણ સવાલ છે. જોકે તે વનડે વર્લ્ડ કપની ટીમનો ભાગ છે. પણ નસીમ શાહ તેનું સ્થાન ગુમાવી બેઠો. એવામાં મજબૂરીના કારણે પાકિસ્તાને હસન અલીને સિલેક્ટ કરવો પડ્યો. જેણે તેની છેલ્લી વનડે 12 જૂન 2022ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. તો તેણે છેલ્લી ટી20 મેચ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રમી હતી. એવામાં પત્રકારો પૂછવા લાગ્યા કે શું દેશમાં બીજો કોઇ બોલરો નથી બચ્યા કે હસન અલીને સિલેક્ટ કરવો પડ્યો.

પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ, શાદાબ ખાન, ફખર જમા, ઈમામ-ઉલ-હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિજવાન, ઈફ્તિખાર અહમદ, સલમાન અલી આગા, સૌદ શકીલ, મોહમ્મદ નવાજ, શાહીન શાહ આફ્રિદી, હારિસ રાઉફ, હસન અલી, ઓસામા મીર અને મોહમ્મદ વસીમ જૂનિયર

રિઝર્વ ખેલાડી- અબરાર અહમદ, એમ હારિસ અને જમાન ખાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp