પાકિસ્તાનની ઘરમાં ખરાબ હાલત, ટીમે આ વર્ષે એક પણ ટેસ્ટ મેચ નથી જીતી

PC: wp.com

બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ માટે પોતાની જમીન પર વર્ષ 2022 સૌથી ખરાબ રહ્યું હતુ. આ વર્ષે પાકિસ્તાને કુલ 7 ટેસ્ટ મેચની મેજબાની કરી હતી, જેમાંથી ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી. સ્થાનિક જમીન પર દરેક ટીમ સિંહ હોય છે. ટીમ પોતાના ઘરમાં રમાનારી મેચનો ભરપૂર ફાયદો ઉઠાવવા ઈચ્છે છે. તેમની પાસે પોતાના ઘરમાં રમવાનો અનુભવ તો હોય જ છે, સાથે જ પિચ પણ પોતાના હિસાબે તૈયાર કરાવવાની તક હોય છે. પરંતુ પાકિસ્તાનની ટીમ આ વર્ષે દરેક જગ્યાએ ફેઈલ થયેલી જોવા મળી છે. બાબર આઝમની ટીમને આ વર્ષે પોતાના ઘરમાં 7 મેચમાંથી 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 3 મેચ ડ્રો રહી હતી. આ ચારમાંથી 3 મેચમાં ઈંગ્લેન્ડે તેમને ધૂળ ચટાડી હતી.

માર્ચમાં પાકિસ્તાને સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાઈ ટીમની મેજબાની કરી હતી. રાવલપિંડી અને કરાચીમાં રમાયેલી સીરિઝની પહેલી બે મેચ ડ્રો રહી હતી. બંને જ મેચની પીચ બેટિંગ માટે અનુકૂળ હતી, જેના કારણે બોલર આખી મેચ દરમિયાન માર ખાતા જોવા મળ્યા હતા. બંને ટેસ્ટની સાત ઈનિંગમાં બે વખત જ એવી તક મળી કે આખી ટીમ ઓલઆઉટ થઈ શકી. સીરિઝની અંતિમ મેચને મહેમાન ટીમે 115 રનના અંતરથી જીત પર કબ્જો જમાવી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા પછી પાકિસ્તાને ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડની ટીમની મેજબાની કરી હતી. આશા કરવામાં આવી રહી હતી કે આ સીરિઝમાંથી પાકિસ્તાન શીખ લેશે અને બોલરોને થોડી મદદ કરશે, પરંતુ એવું થયું નહીં. ઈંગ્લેન્ડે પહેલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 657 રનોનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો. જેના જવાબમાં પાકિસ્તાને પણ 500થી વધુ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના આક્રમક નિર્ણયના કારણે તેઓ મેચ 74 રનથી જીતી ગઈ હતી. જેના પછી ઈંગ્લિશ ટીમે આગામી બે મેચમાં પણ મેજબાનોને ધૂળ ચટાવીને ત્રણ મેચની સીરિઝમાં સૂપડો સાફ કરી દીધો હતો.

વર્ષની છેલ્લી મેચ પાકિસ્તાને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કરાચીમાં રમી હતી. આ મેચ પણ ડ્રો રહી અને પાકિસ્તાન ઘર પર 7 મેચમાંથી એક પણ મેચ જીતવામાં અસફળ રહ્યું હતું. બાબર આઝમે પણ બેઝબોલના અંદાજમાં રિઝલ્ટ મેળવવા માટે ઈનિંગ જાહેર કરી, પરંતુ તેનો આ નિર્ણય ટીમ પર ભારે પડતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાને ન્યુઝીલેન્ડની સામે જીતવા માટે 15 ઓવરમાં 138 રનનો લક્ષ્ય રાખ્યો હતો, તો ખરાબ રોશનીએ મેજબાનોને બચાવી લીધા નહીં તો ન્યુઝીલેન્ડ લક્ષ્ય હાંસલ કરવાના પૂરા મૂડમાં હતી. ખરાબ લાઈટના લીધે દિવસની રમત ખતમ થવા સુધીમાં કીવી ટીમે 7.3 ઓવરમાં 61 રન બોર્ડ પર બનાવી દીધા હતા. પાકિસ્તાનના ઘરમાં ઓલઓવર ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો આ ટીમે હજુ સુધી કુલ 163 ટેસ્ટ મેચની મેજબાની કરી છે, જેમાં ટીમ 60 વખત જ જીત મેળવવામાં સફળ રહી છે, જ્યારે 26 વખત તેણે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને પોતાના મેદાનમાં હજુ સુધી કુલ 77 ટેસ્ટ ડ્રો રમ્યા છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp