ખરાબ અમ્પાયરિંગને લીધે આફ્રિકા સામે હાર્યુ પાક, હરભજન-ઈરફાને કર્યું સમર્થન

PC: zeenews.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહેલીવાર વર્લ્ડ કપ ઈતિહાસમાં સતત 4 મેચ હારી છે. ચેન્નઈમાં 27 ઓક્ટોબરના રોજ આફ્રિકા સામે રમાયેલી થ્રિલર મેચમાં પાકિસ્તાન હાર્યું હતું. સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે માત આપી હતી. આ મેચમાં હાર બાદ પાકિસ્તાન ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશા ઘણી ઓછી થઇ ગઇ છે. હવે પાકિસ્તાને અન્ય ટીમો પર આધાર રાખવાનો રહેશે.

આ મેચમાં DRSને લઇ પણ વિવાદ સામે આવ્યો છે. બાબર આઝમની ટીમ 46મી ઓવરમાં મેચ પોતાની ઝોળીમાં નાખી શકે એમ હતી. આ ઓવરમાં હરિસ રૌફની એક બોલ તબરેઝ શમ્સીના પેડ પર લાગી. ત્યાર પછી પાકિસ્તાને આઉટની અપીલ કરી પણ એમ્પાયરે આઉટ આપ્યો નહીં. ત્યાર પછી પાક ટીમે DRS લેવાનો નિર્ણય કર્યો. બોલ ટ્રેકિંગમાં ખબર પડી કે બોલ ઈમ્પેક્ટ વિકેટ લાઇનમાં હતી. તો એક વાઈડ બોલ આપવાને લઇ પણ વિવાદ થયો. બોલ લેગ સ્ટમ્પથી અથડાઇ હતી, પણ અમ્પાયર કોલને કારણે શમ્સી બચી ગયો. ત્યાર બાદ હારિસ મેદાનમાં માથુ પકડીને બેસી ગયો હતો. હવે આ નિયમને લઇ વિવાદ થઇ રહ્યો છે. હરભજન સિંહે એક પછી એક ટ્વીટ કરી આ બાબતે સવાલ ઊભા કર્યા છે.

તો પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ વિશે કહ્યું કે, DRS તમારા પક્ષમાં પણ જઇ શકે છે અને વિપક્ષના પક્ષમાં પણ. આ મેચનો અભિન્ન અંગ છે. અમુક નિર્ણયો અમારા પક્ષમાં રહ્યા જ્યારે અમુક અમારા વિરોધમાં ગયા. અમે વર્લ્ડ કપની બાકીની મેચોને સારી રીતે રમવાની કોશિશ કરીશું અને જોઇશુ કે અંતે અમે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ.

હરભજન DRSના નિર્ણયને લઇ ભડક્યો

હરભજન સિંહ આ મેચમાં ખરાબ અમ્પાયરિંગને લઇ ભડકી ગયો. તેણે ICCને ટેગ કરતા લખ્યું કે, ખરાબ અમ્પાયરિંગ અને નિયમોને કારણે પાકિસ્તાને આ મેચ ગુમાવવી પડી. આ નિયમને બદલવા જોઇએ. જો બોલ સ્ટંપ પર લાગી રહી છે તો આઉટ છે. અમ્પાયરે આઉટ આપ્યો કે નોટઆઉટ તેનાથી ફરક પડતો નથી. નહીંતર ટેક્નોલોજીનો શું ફાયદો?

વધુ એક ટ્વીટમાં ભજ્જીએ લખ્યું કે, એનાથી કોઇ ફરક નથી પડતો કે આજે કોણ જીત્યું કે હાર્યું. મારા માટે એ અગત્યનું નથી કે કોણ રમી રહ્યું છે. પણ નિયમ સારા હોવા જોઇએ. કાલે આ આપણી સાથે પણ થઇ શકે છે. અમ્પાયરોની ભૂલને લીધે આપણે ફાઈનલ હારી ગયા તો શું કરીશું. મારા અનુસાર તે આઉટ નહોતો, અમ્પાયરને બચાવવામાં આવ્યા.

ઈરફાન પઠાન પણ અમ્પાયરિંગથી થયો નાખુશ

ઈરફાન પઠાને પણ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન સામેની આ મેચમાં બે નિર્ણયોને લઇ સવાલ ઊભા કર્યા છે. તેણે ટ્વીટ કરી લખ્યું કે, 2 વસ્તુઓ પાકિસ્તાનના વિરોધમાં ગઇ. વાઈડ અને LBW. એવું લાગે છે કે આ વર્લ્ડ કપમાં સોલિડ ગેમને લીધે આફ્રિકાને લક મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp