વર્લ્ડકપ માટે આવેલી પાક એન્કરને ભારતે કાઢી મૂકી, હિન્દુ દેવી દેવતાઓનું અપમાન...

PC: twitter.com

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ને કવર કરવા ભારત આવેલી પાકિસ્તાની મહિલા એન્કરને અહીંથી ડિપોર્ટ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ જૈનબ અબ્બાસને તેની કેટલીક જૂની ટ્વીટને લઈને ભારતથી ડિપોર્ટ કરવામાં આવી છે. તેની જૂની ટ્વીટને લઈને સુપ્રી કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદલે દિલ્હીની સાઇબર સેલમા એક ફરિયાદ દાખલ કરી, ત્યારબાદ તેને અહી ડિપોર્ટ કરી એવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, જૈનબ અબ્બાસ પર હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ભારત વિરોધી વાતો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર તેની જૂના ટ્વીટર અકાઉન્ટથી કરવામાં આવેલી ટ્વીટ પણ વાયરલ થઈ રહી છે, જેમાં હિન્દુ-દેવી દેવતાઓનું અપમાન અને ભારત વિરોધી પોસ્ટ કરવામાં આવી છે. તેને લઈને એડવોકેટ વિનીત જિંદલે સાઇબર સેલમાં ફરિયાદ કરી દીધી અને જૈનબ અબ્બાસે ઇમરજન્સીમાં ભારત છોડી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે તે ભારતથી દુબઈ ગઈ છે.

ઉલ્લેખની છે કે જૈનબ અબ્બાસ પર આરોપ છે કે 9 વર્ષ અગાઉ તેણે પોતાના જૂના ટ્વીટર હેન્ડલથી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ટ્વીટ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ આપત્તિજનક ટિપ્પણીને લઈને વિનીત જિંદલે ફરિયાદ દાખલ કરાવી છે. વિનીત જિંદલે દિલ્હી પોલીસના સાઇબર સેલથી જૈન વિરુદ્ધ IPCની કલમ 153 (A), 295, 506, 121 અને કલમ 67 (IT) અધિનિયમ હેઠળ FIR કરવાનો અનુરોધ કર્યો છે.

પાકિસ્તાની મીડિયાએ જૈનબ અબ્બાસનો બચાવ કર્યો છે. સામા ટીવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટના માધ્યમથી કહ્યું છે કે જૈનબ અબ્બાસની ટ્વીટ ઘણા વર્ષ જૂની છે, જેનું વર્તમાનમાં તેના કામ સાથે કોઈ લેવું-દેવું નથી. છતા તેને ભારતથી ડિપોર્ટ કરી દેવામાં આવી છે. હાલમાં જૈનબ દુબઈમાં છે. ઉલ્લેખનીય છે કે જૈનબની જે જૂની ટ્વીટ વાયરલ થઈ રહી છે તે તેના જૂની યુઝર નેમ ‘જૈનબ્લોવ્સર્કથી કરવામાં આવી છે. હવે તેનું અકાઉન્ટ અપડેટ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp