પાકિસ્તાની બોલર શાહનવાઝે રાહુલ દ્રવિડને લઈને સંભળાવ્યો દિલ જીતનારો કિસ્સો

PC: twitter.com/ShahnawazDahani

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલના ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે 11 જાન્યુઆરી 2023ના પોતાનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો. દુનિયાભરમાંથી તમામ દિગ્ગજ ક્રિકેટરોએ રાહુલ દ્રવિડને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના યુવાન ઝડપી બોલર શાહનવાઝ દહાનીએ દ્રવિડને લઈને એક સ્ટોરી શેર કરી છે. દહાનીએ ટ્વિટર પર રાહુલ દ્રવિડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને તેની સાથેનો એક ફોટો શેર કર્યો છે.

ફોટાની સાથે દહાનીએ જે પણ લખ્યું છે, તેનાથી તે લોકોનું દિલ જીતી રહ્યો છે. દહાનીએ લખ્યું છે- સૌથી વિનમ્ર વ્યક્તિ રાહુલ દ્રવિડ સરને જન્મદિવસની શુભેચ્છા. આ ફોટા પાછળ એક સ્ટોરી છે. વર્લ્ડ કપ દરમિયાન હું મારા મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનની એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયો હતો. સર રાહુલ દ્રવિડ તે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા અને પછી તેમણે મને જોયો હતો.

તેમણે મને જોયા પછી પોતાની સીટ લેતા પહેલા તે મારી પાસે આવ્યા અને અમને બધાને ઘણી સહજતાથી મળ્યા હતા. અમે બધાએ તેમની સાથે ફોટો પડાવ્યા. વિચારો વિરોધી ટીમના કોચ અને ક્રિકેટની દિવાલ એવા સર રાહુલ દ્રવિડ આવે અને તમને અને તમારા મિત્રોને હેલો કહે. તે દિવસે મેં શીખ્યું કે વિનમ્રતા જ સફળતાજી પૂંજી છે.

24 વર્ષનો દહાનીએ પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં બે વનડે અને ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે T20માં અત્યાર સુધી 3 અને વનડેમાં એક વિકેટ લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ મળીને તેનું સપનું પૂરું થઈ ગયું હોવાનું તેણે કહ્યું હતું. તેને ધોની સાથે આઈસીસી T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન મળવાની તક મળી હતી. દહાનીએ ધોની સાથેની મુલાકાતને પોતાની લાઈફમાં ચમત્કાર જેવું કહ્યું હતું. આ ઉપરાંત ગયા વર્ષે વિરાટ કોહલીને પણ જન્મદિવસી શુભેચ્છા પાઠવવા માટે તે ઘણો ઉત્સાહી જોવા મળ્યો હતો અને આ ઉત્સાહમાં જ તેણે 5 નવેમ્બરના એક દિવસ પહેલા જ કોહલીને ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી દીધી હતી.

એટલું જ નહીં તેણે આ ટ્વીટમાં વિરાટને GOAT પણ કહ્યો હતો. તેણે પોતાના ટ્વીટમાં તેની સાથેનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, હું પોતાને 5 નવેમ્બર સુધી રોકી શક્યો ન હતો, તે આર્ટીસ્ટને વિશ કરવા માટે જેણે ક્રિકેટને સૌથી સુંદર બનાવ્યું. હેપ્પી બર્થ ડે વિરાટ કોહલી The GOAT, પોતાના દિવસનો આનંદ ઉઠાવો ભાઈ અને દુનિયાને આવી જ રીતે એન્ટરટેઈન કરતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp