આ દિગ્ગજ ઓપનરે કહ્યું-હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને દરેક મેચ બાદ આંકવી ન જોઇએ

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા મુખ્ય ખેલાડી હાલની શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝમાં રમી રહ્યા નહોતા. શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી 3 મેચોની T20 સીરિઝ માટે ઘણા યુવા ખેલાડીઓને ચાન્સ આપવામાં આવ્યો હતો અને કેપ્ટન્સી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટન્સીથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે અને તેને નાના ફોર્મેટનો કેપ્ટન બનાવવાની પણ ચર્ચા થઇ રહી છે.

જો કે, તેની કેપ્ટન્સીમાં ટીમને બીજી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હાર્દિકની કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા હતા. હવે હાર્દિકની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 સીરિઝ પોતાના નામે કરી લીધી છે. પૂર્વ દિગ્ગજ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે કહ્યું કે, દરેક મેચ બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને આંકવી ન જોઇએ. ગૌતમ ગંભીરે એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર કમેન્ટ્રી કરવા દરમિયાન આ સ્ટાર ઓલરાઉન્ડરની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવનારાઓને જોરદાર જવાબ આપ્યો હતો.

બીજી મેચમાં ભારતની હાર બાદ તેમણે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીને લઇને કહ્યું હતું કે, તે કેપ્ટન તરીકે શાનદાર કરી રહ્યો છે. દરેક મેચ બાદ કોઇ ખેલાડીની સમીક્ષા  ન થવી જોઇએ. હવે જ્યારે ભારત મેચ હારી ગયું તો તેનો કોઇ મતલબ નથી કે તેને કંઇક ખોટું કર્યું છે. હાર્દિક પંડ્યા નો બૉલને માટે બોલરોને કંટ્રોલ નહીં કરી શકે. આ જવાબદારી બોલરની છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, હાર્દિક પંડ્યાએ પોતાના નાનકડા કાર્યકાળમાં ભારતીય ટીમની કેપ્ટન્સી ખૂબ સારી રીતે કરી છે અને તેની આક્રમક માનસિકતા માટે તેના વખાણ થવા જોઇએ. તે પોતાના ખેલાડીઓને સમર્થન કરે છે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, મારું માનવું છે કે, અત્યાર સુધી તેણે ભારતની જેટલી પણ કેપ્ટન્સી કરી છે, તેણે વાસ્તવમાં સારું કામ કર્યું છે. હાર્દિક સારો અને સહજ દેખાયો છે. તેની આક્રમક માનસિકતા રહી છે. તે પોતાના ખેલાડીઓનું સમર્થન કરે છે અને એ નાની નાની વાતો ખૂબ જ ખાસ છે. તે દરેક વાતને સહજ રીતે રાખે છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વિરુદ્ધની 3 મેચોની T20 સીરિઝ ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચ રાજકોટમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે મોટા અંતરથી જીત મેળવીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. હવે ભારત અને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ થવાની છે જેની કેપ્ટન્સી રોહિત શર્મા કરશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.