પંત હંમેશાં ફાસ્ટ ચલાવે છે કાર, બે વાર ઓવર સ્પીડિંગ માટે ચલણ પણ મળ્યું છે

PC: aajtak.in

ભારતના દિગ્ગજ ક્રિકેટર ઋષભ પંતનો શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો. રોડ પરના ડિવાઈડર સાથે કાર અથડાયા બાદ ક્રિકેટરને ઘણી ઈજાઓ થઈ હતી, જ્યારે કાર આગમાં બળીને સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી. પંતે જણાવ્યું કે ઝોકું આવવાને કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. જો કે, ભૂતકાળમાં આ ક્રિકેટરને ઉત્તર પ્રદેશમાં વધુ સ્પીડમાં વાહન ચલાવવા બદલ એક નહીં પરંતુ બે વખત ચલણ ફટકારવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશ પોલીસ ટ્રાફિક ડિરેક્ટોરેટ દ્વારા ઋષભ પંતને ચલનની રકમ જમા કરાવવા માટે નોટિસ પણ મોકલવામાં આવી હતી. આ અંતર્ગત આ વર્ષે 22 ફેબ્રુઆરીએ રાત્રે 11:30 વાગ્યે ઋષભ પંતની મર્સિડીઝ કાર (DL10CN1717)એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ઓવર સ્પીડમાં દોડતી કાર રોડ પર લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અંગે પંતને મોટર વ્હીકલ એક્ટ હેઠળ 2000 રૂપિયાનું ચલણ મોકલવામાં આવ્યું હતું, જે હજુ પેન્ડિંગ છે.

આ સિવાય ક્રિકેટરની આ જ કારે 25 મેના રોજ સાંજે 5 વાગ્યે ફરીથી સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યારપછી ફરી કાર માલિક પંતને 2000 રૂપિયાનો દંડ ભરવાની નોટિસ મોકલવામાં આવી હતી. UP સરકારના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંને ચલનની દંડની રકમ વાહન માલિક દ્વારા જમા કરવામાં આવી નથી.

અહીં તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે પોતે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન, શુક્રવારે સવારે લગભગ 5:30 વાગ્યે, પંત કાર ચલાવતી વખતે ઉંઘમાં ઝોકું ખાઈ ગયો હતો અને કાર બેકાબૂ થવાને કારણે ડિવાઈડર સાથે અથડાઈને દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી.

આ દુર્ઘટના રૂરકી નજીક મોહમ્મદપુર જાટમાં થઈ હતી. અકસ્માત બાદ વિન્ડ સ્ક્રીન તોડીને રિષભ પંત બહાર આવ્યો હતો. આમાં સ્થાનિક લોકોએ તેની મદદ કરી. આ પછી કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘાયલ પંતને બહાર કાઢ્યા પછી, સ્થાનિક લોકોએ 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી અને પંતને રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, ત્યારબાદ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો.

ડૉક્ટરોએ જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા ઋષભ પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. રિષભ પંતના પગમાં પહેલાથી જ ઈજા થઈ હતી. આ કારણોસર, BCCIએ તેને શ્રીલંકા શ્રેણીમાંથી આરામ આપ્યો અને તેને સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે NCA મોકલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp