એક્સિડન્ટના બે મહિના બાદ પંતે ખૂલીને કરી વાત, બોલ્યો- પોતે બ્રશ કરવા માટે પણ..

PC: twitter.com/RishabhPant17

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમી રહી છે અને આ દરમિયાન સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત તેનો હિસ્સો નથી, જેનો ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર રેકોર્ડ છે. રિષભ પંતે આ દરમિયાન કાર એક્સિડન્ટના 2 મહિના બાદ એ સમયની પૂરી કહાની બતાવી. સાથે જ ભારતીય ટીમમાં વાપસીની આશાઓ બાબતે વાત કરી છે. 30 ડિસેમ્બર 2022ના રોજ સવારે રિષભ પંતનું દિલ્હી-દેહરાદૂન હાઇવે પર કાર એક્સિડન્ટ થઈ ગયું. જેમાં તેને ગંભીર ઇજા થઈ હતી.

રિષભ પંત હવે રિકવરી મોડમાં છે અને સતત તેની હાલતમાં સુધાર પણ આવી રહ્યો છે. રિષભ પંતે કહ્યું કે, તે અત્યારે સારું અનુભવી રહ્યો છે અને તેની રિકવરી સારી ચાલી રહી છે. આશા છે કે તે મેડિકલ ટીમના સપોર્ટથી જલદી જ પૂરી રીતે ફિટ થઈ જશે. તે બોલ્યો એટલા ભયંકર કાર એક્સિડન્ટને ઝીલ્યા બાદ મને જિંદગી જીવવાનો એક નજરિયો મળી ગયો છે. આજે હું પોતાની જિંદગીની દરેક પળ એન્જોય કરી રહ્યો છું. આપણે મોટા સપનાઓને પૂરા કરવામાં લાગ્યા છીએ, પરંતુ જીવનની નાની ખુશીઓને સેલિબ્રેટ કરવાનું ભૂલી જઈએ છીએ.

રિષભ પંત બોલ્યો કે, એક્સિડન્ટ બાદ પોતે બ્રશ કરવા, તડકામાં બેસવાની પણ ખુશી થાય છે. મારા જીવનમાં આ અકસ્માત બાદ ખૂબ બદલાવ આવ્યો છે. હું નાની વસ્તુને સમજવા લાગ્યો છું અને દરેક પળ એન્જોઈ કરી રહ્યો છે. મારા માટે એ કહેવું મુશ્કેલ છે કે હું ક્રિકેટને મિસ કરી રહ્યો છું, કેમ કે મારું જીવન જ તેની આસપાસ રહે છે. હું એ પળની રાહ નહીં જોઈ શકું, જ્યારે હું ફરીથી ક્રિકેટ રમી રહ્યો હોઈશ. એક્સિડન્ટ બાદ જિંદગી અને ડેઇલી રૂટિન પર પણ રિષભ પંતે વાત કરી.

તેણે જણાવ્યું કે, મારું શેડ્યૂલ બન્યું છે અને હું તેને ફોલો કરવાનો પ્રયત્ન કરું છું. બીજા સેશન બાદ કેટલીક કસરત પણ થાય છે. સાંજે એક ત્રીજું સેશન હોય છે, આ દરમિયાન ફ્રૂટ્સ અને અન્ય ડાઇટ લેવાનું હોય છે. રોજ તડકામાં પણ બેસવાનું છે, જ્યાં સુધી હું પૂરી રીતે ચાલી શકતો નથી, આજ રૂટિન ફોલો કરવાનું છે. રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સીરિઝ, IPL  2023ને લઈને વાત કરી. તેણે કહ્યું કે, હું નસીબદાર છું કે મને એટલા સારા ફેન્સ મળ્યા, શુભકામનાઓ માટે હું દરેકનો આભાર માનું છું. હું ફેન્સને કહેવા માગું છું કે, તમે ભારતીય ટીમ અને દિલ્હી કેપિટલ્સ (DC)ને સપોર્ટ કરો, હું પણ જલદી જ કમબેક કરવાનો પ્રયત્ન કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp