
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની શરૂઆતમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો ખેલાડી રજત પાટીદાર ઇજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા હતા. મધ્ય પ્રદેશના આ સ્ટાર ક્રિકેટરને ઇજાના કારણે IPL 2023થી બહાર થવું પડ્યું છે. મેડિકલ તપાસમાં જાણવા મળ્યું કે, રજત પાટીદારની જમણી એડીની સર્જરીની જરૂરિયાત પડશે. હવે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે, તે રજત પાટીદારની સર્જરીનો બધો ખર્ચ ઉઠાવશે. તેની જાણકારી BCCI અધિકારીએ આપી છે.
એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, એમ કહેવામાં આવ્યું કે, BCCI રજત પાટીદારને સર્જરી માટે ઇંગ્લેન્ડ મોકલશે. જો કે, તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં નથી, પરંતુ તે એક ટાર્ગેટેડ ખેલાડી છે. તે એ સુનિશ્ચિત કરશે કે તેને સારી સારવાર મળે. તેને થોડા દિવસ અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-દે સીરિઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ડેબ્યૂ કરી શક્યો નહોતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, દુર્ભાગ્યથી રજત પાટીદાર એડીની ઇજાના કારણે IPL 2023થી બહાર થઈ ચૂક્યો છે.
તેમણે આગળ કહ્યું કે, અમે આશા રાખીશું કે, રજત જલદી સારો થઇ જાય. અમે આ પ્રક્રિયામાં તેનો સાથ આપશે. રજત પાટીદાર એ જ ખેલાડી છે જેણે વર્ષ 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પ્લેઓફમાં શાનદાર સદી બનાવી હતી. રજત પાટીદાર થોડા દિવસ અગાઉ નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) બેંગ્લોરમાં રિહેબની પ્રક્રિયાથી પસાર થઈ રહ્યો હો. તે નેશનલ કરીકેટ અકાદમીમાં મેડિકલ ટીમની દેખરેખમાં હતો. હાલમાં તે પોતાના ઘર પર છે અને ઇંગ્લેન્ડ જવા માટે પોતાના વિઝાની રાહ જોઈ રહ્યો છે.
તો જો શ્રેયસ ઐય્યરની વાત કરીએ તો તેણે પોતાની બેકની સર્જરી કરાવવાની છે. પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે કદાચ તે પોતાની સર્જરી ન કરાવે પરંતુ, એમ ન થયું. ઉલ્લેખનીય છે કે રજત પાટીદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખૂબ મહત્ત્વનો ખેલાડી હતો અને તે બહાર થવાથી ખૂબ મોટો ઝટકો લાગ્યો. તો શ્રેયસ ઐય્યરની પણ કમી કોલકાતા નાઈટ રાઈડર્સને અનુભવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp