અજીબોગરીબ રીતે આઉટ થયો પૃથ્વી શૉ, સ્ટમ્પ્સને પોતે જ મારી દીધી લાત, જુઓ વીડિયો

એક સમયે પૃથ્વી શૉને ભારતનો ભવિષ્ય ગણવામાં આવતો હતો અને તે આ રેસમાં શુભમન ગિલ અને ઇશાન કિશનથી ખૂબ આગળ હતો, પરંતુ તેનું ખરાબ ફોર્મ અને તેના મેદાન બહાર વ્યવહારે તેને આ રેસથી ખૂબ પાછળ કરી દીધો. હવે પરિસ્થિતિ એવી છે કે સિલેક્ટર્સ તેને ભારતની બીજા દરજ્જાની ટીમમાં પણ સિલેક્ટ કરી રહ્યા નથી. આ જ કારણ છે કે તે પૃથ્વી શૉએ પોતાનું ટેલેન્ટ દેખાડવા માટે ઇંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે, જ્યાં તે રોયલ લંડન વન-ડે કપમાં નોર્થહેમ્પટનશાયર માટે રમી રહ્યો છે, પરંતુ તેનું ડેબ્યૂ એટલું શાનદાર ન રહ્યું, જેટલું તેણે વિચાર્યું હતું.
નોર્થહેમ્પટનશાયર માટે પોતાના ડેબ્યૂમાં પૃથ્વી શૉ માત્ર 34 રન બનાવી શક્યો. ગ્લૂસ્ટરશાયરે નોર્થહેમ્પટનશાયર સામે જીત માટે 279 રનોનો ટારગેટ રાખ્યો હતો. એવામાં પૃથ્વી શૉ પાસે તેની ટીમને એક સારી શરૂઆતની જરૂરિયાત હતી, જે તેણે આપી પણ, પરંતુ બીજી તરફ વિકેટોની લાઇન લાગી ગઈ અને જ્યારે પૃથ્વી શૉ 34 પર પહોંચ્યો તો તે પણ અજીબોગરીબ રીતે પોતાની વિકેટ ગુમાવી બેઠો.
HIT WICKET!!!! 🚀
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
ગ્લૂસ્ટરશાયરના ફાસ્ટ બોલર પોલ વેન મીકેરેને એક ફાસ્ટ બાઉન્સર નાખ્યો, જેના પર પૃથ્વી શૉએ હૂક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો. જેવો જ તે જમીન પર પડ્યો, તેના પર અજાણતામાં સ્ટમ્પ્સ સાથે લાગી ગયા અને તે હિટ વિકેટ થઈ ગયો. પૃથ્વી શૉનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
તો જો આ મેચની વાત કરીએ તઓ 4 રન પર 6 વિકેટ ગુમાવ્યા બાદ નોર્થહેમ્પટનશાયરની ટીમ મેચથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ ટોમ ટેલરે આઠમાં નંબર પર બેટિંગ કરતા 88 બૉલ પર શાનદાર 112 રન બનાવ્યા અને પોતાની ટીમને મેચમાં પછી લાવીને ઊભી કરી દીધી હતી. જો કે, તે આઉટ થતા જ નોર્થહેમ્પટનશાયરની હાર પાક્કી થઈ ગઈ અને તે 23 રનથી આ મેચ હારી ગઈ. હવે ટીમ રવિવાર, 6 ઑગસ્ટને ફરીથી એક્શનમાં હશે. જ્યારે તેની મેચ સસેક્સ સાથે થશે. પૃથ્વી શૉ આ મેચમાં ધમાકો કરવા માગશે કેમ કે તેનું લક્ષ્ય ભારતીય ટીમમાં વાપસી કરવાનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp