PCBની શરત, ભારત આ ગેરેન્ટી આપે તો જ પાકિસ્તાની ટીમ ભારત વર્લ્ડ કપ રમવા આવશે

PC: timesofindia.indiatimes.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠી આ વર્ષે પોતાની ટીમને ભારત મોકલવા અગાઉ BCCIના સચિવ જય શાહ પાસે એ વાતની લેખિત ગેરંટી ઈચ્છે છે કે તેમના દેશમાં વર્ષ 2025માં થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ભાગીદારી નિશ્ચિત હશે. આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે BCCIએ પાકિસ્તાનની મેચ અમદાવાદ (માત્ર ભારત વિરુદ્ધ મેચ માટે), બાકી બચેલી મેચો માટે ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતા સંભવિત સ્પોટ પસંદ કર્યા છે. જય શાહની અધ્યક્ષતામાં એશિયન ક્રિકેટ પરિષદ (ACC)એ આગામી એશિયા કપ માટે પ્રસ્તાવિત હાઇબ્રીડ મોડલની પુષ્ટિ અત્યારે કરી નથી.

હાઇબ્રીડ મોડલથી તમે એ સમજી શકો છો કે તેમાં ભારત પોતાની મેચ UAEમાં રમશે, જ્યારે અન્ય મેચ પાકિસ્તાનમાં હશે, પરંતુ એ કેટલું સફળ થઈ શકે છે એ કહી નહીં શકાય કેમ કે પહેલા એવું મોડલ અપનાવવામાં આવ્યું નથી. PCBના અધ્યક્ષ નજમ સેઠી 8 મેના રોજ દુબઈ જવાના છે, જ્યાં તેઓ ACC અને ICCના અધિકારીઓ સાથે બેઠક કરશે. રિપોર્ટ્સ મુજબ, પોતાની દુબઈ યાત્રા દરમિયાન સેઠીના પાકિસ્તાનના આ વલણ માટે સમર્થન એકત્ર કરવા માટે લોકોને પોતાના પક્ષમાં ઊભા કરવા માગે છે કેમ કે તેમના સમર્થનથી તેઓ ભારત પર દબાવ બનાવી શકે કે પાકિસ્તાન ભારતમાં વર્લ્ડ કપ મેચ નહીં રમે, જ્યાં સુધી BCCI અને ICC વર્ષ 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની લેખિત ગેરંટી આપતા નથી, પરંતુ પાકિસ્તાન ભલે ગમે તેટલા પ્રયાસ કરી લે.

ભારતના છેલ્લા કેટલાક વર્ષોના વલણ જોતા એવું લાગતું નથી કે ભારત કોઈ પ્રકારની લેખિત ગેરંટી પાકિસ્તાનને આપે. કેમ કે ભારતના ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે અને પાકિસ્તાનમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે એ જગજાહેર છે. જે પ્રકારે આઈડિયલ વલણ અત્યારે પાકિસ્તાને અપનાવી રહ્યું છે તેને જોતા એમ લાગી રહ્યું છે કે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થઈ શકે. ભારત પોતાની ટીમને સુરક્ષાના કારણોથી કોઈ પણ પરિસ્થિતિમાં પાકિસ્તાન નહીં મોકલે.

એક અખબારના રિપોર્ટ મુજબ, 5 ઓક્ટોબરથી શરૂ થનારા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ માટે વેન્યૂ ચિહ્નિત કરવામાં આવ્યું હતું. આ મેચમાં દરેક મેચની અપેક્ષાથી વધારે દર્શક એમચ જોવા આવતા. તેને ધ્યાનમાં લઈને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે અમદાવાદમાં છે તેનું નામ આગળ બતાવવામાં આવી રહ્યું છે. અહી એક સાથે એક લાખ દર્શકો બેસી શકે છે. હવે વર્લ્ડ કપ શરૂ થવાના 4 મહિના અગાઉ પાકિસ્તાને ભારત સામે એવી શરત રાખી છે જેનું હલ જો ન નીકળ્યું તો બે ચિરપ્રતિદ્વંદ્વીઓ વચ્ચે મેચ નહીં થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp