થઈ ગયું ફાઈનલઃ જાણો પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે કે નહીં

PC: hindi.sportzwiki.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એક રીતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે રાજી થઈ ગયું છે. PCBએ ICCને લીલી ઝંડી આપી દીધી છે કે, ટીમ ભારતમાં યોજાનારી ટૂર્નામેન્ટ માટે પડોશી દેશ જવા માટે તૈયાર છે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તે પહેલા પોતાની એક ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે, જે સ્ટેડિયમ અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાનથી નિરીક્ષણ કરશે. આ પછી જ પાકિસ્તાનની ટીમ ભારત આવશે.

પાકિસ્તાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ રમવા માટે પોતાની ટીમને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય પાકિસ્તાન વર્લ્ડ કપના સ્થળોની તપાસ કરવા અને પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેની સુરક્ષા ટીમને ભારત મોકલશે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે, પરંતુ અત્યાર સુધી પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યું હતું.

હકીકતમાં એશિયા કપ 2023ની યજમાનીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝઘડો ચાલુ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે આ વર્ષના એશિયા કપની યજમાનીનો અધિકાર છે, પરંતુ ભારતે કોઈપણ ભોગે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળ પર કરવાની માંગ છે, પરંતુ પાકિસ્તાન ઇચ્છે છે કે, જો ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં ન થાય તો તેનું આયોજન આ હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવે.

ત્યાં સુધી કે, PCBના અધ્યક્ષ નજમ સેઠીએ પણ તેમના અગાઉના ઘણા ઇન્ટરવ્યુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો એશિયા કપ 2023ની યજમાની તેમની પાસેથી છીનવાઈ જશે તો તેઓ ODI વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. જો તેઓ આ માટે સંમત થાય તો પણ તેઓ એ શરતે ભારત જશે કે, ટીમ ઈન્ડિયા 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવે. જો કે, હવે અહેવાલો અનુસાર, પાકિસ્તાને ભારત વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી ભારત સાથે અન્ય કોઈ જગ્યાએ દ્વિપક્ષીય શ્રેણી યોજવા અંગે નિવેદન આવ્યું હતું, હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પ્રતિક્રિયા આવી છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI સૂત્રએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણીની કોઈ યોજના નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp