સૂર્યકુમાર યાદવના વધુ એક ફ્લોપ શૉ બાદ પિયુષ ચાવલાએ જણાવી તેની મોટી ખામી

PC: indiatoday.in

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર પિયુષ ચાવલાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં સૂર્યકુમાર યાદવના શૉટ સિલેક્શનને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ સ્વીપ શૉટના માધ્યમથી ઘણા રન બનાવે છે, પરંતુ કેટલીક વખત આ શૉટના કારણે તેને પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ વિરુદ્ધ મેચમાં 26 રન બનાવ્યા. આ દરમિયાન 3 ચોગ્ગા લગાવ્યા. સ્પિનર્સ વિરુદ્ધ તેણે મોટા ભાગે સ્વીપ શૉટનો ઉપયોગ કર્યો. જો કે, શાકિબ-અલ હસનના બૉલ પર તે બોલ્ડ થઈ ગયો અને મોટી ઇનિંગ રમીને ટીમને મેચમાં જીત આપવી ન શક્યો.

સૂર્યકુમાર યાદવ પ્રકારે વન-ડેમાં વધુ એક ઇનિંગમાં ફ્લોપ રહ્યો. પિયુષ ચાવલાએ સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત દરમિયાન સૂર્યકુમાર યાદવની બેટિંગને લઈને પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, આ પીચ પૂરી રીતે અલગ હતી કેમ કે અહી સ્પિન પર બાઉન્સ ખૂબ થતો હતો. જે પેસ પર બાંગ્લાદેશી બોલર બોલિંગ કરી રહ્યા હતા, અહી પર સ્વીપ શૉટ પર પણ માત્ર એક જ રન મળી રહ્યો હતો. મને લાગે છે કે સૂર્યકુમાર યાદવે માત્ર એક રન માટે આટલું મોટું રિસ્ક લીધું. જો કે, આ તેનો ફેવરિટ શૉટ છે, પરંતુ કેટલીક વખત તે બે ધારી તલવાર બની જાય છે.

તમે જે શૉટ પર રન બનાવો છો, એ જ શૉટને રમતી વખત આઉટ પણ થઈ જાવ છો. આજની પરિસ્થિતિ પૂરી રીતે ખોટી હતી અને સૂર્યકુમાર યાદવને પોતાના સ્વીપ શૉટ પર પૂરી રીતે ભરોસો હતો. બાંગ્લાદેશે ભારતીય ટીમને રોમાંચક મેચમાં 6 રનથી હરાવી દીધી. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે સીમિત 50 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 265 કરોડ બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 પર જ ઓલઆઉટ થઈ ગઈ.

આ મેચમાં ભારતીય ટીમને મળેલી હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે, અમે વર્લ્ડ કપને ધ્યાનમાં લઈને કેટલાક ખેલાડીઓને અજમાવવા માગતા હતા. અમે આ રમતને કેવી રીતે રમવા માગીએ છીએ તેના પર કોઈ સમજૂતી નહીં થઈ શકે. તેમાંથી કેટલાક એવા ખેલાડી છે જે વર્લ્ડ કપ રમી શકે છે. અક્ષર પટેલે સારી બેટિંગ કરી પરંતુ તે મેચને ફિનિશ ન કરી શક્યો. તેણે અંતમાં સારી બેટિંગ કરી, પરંતુ જીતનો શ્રેય પૂરી રીતે બાંગ્લાદેશને જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp