કોમનવેલ્થ ગેમમાં લડ્યા ખેલાડી, હોકી મેચમાં ખેલાડીએ પકડ્યું ગળું, જુઓ વીડિયો

PC: aajtak.in

ઈંગ્લેન્ડના બર્મિધમમાં રમાઈ રહેલી 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં ઈગ્લેન્ડે કેનેડાના હોકી મેચમાં 11-2 ના અંતરથી હરાવ્યું. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે એક ખેલાડીએ બીજા ખેલાડીનું ગળું પકડી લીધું. એકબીજાનું ટી-શર્ટ પણ ખેંચ્યું. ત્યારે વચ્ચે બચાવમાં એમ્પાયરને આવવું પડ્યું.

ગેમ્સમાં ગુરૂવારે એક હોકી મેચમાં ખેલાડીઓ વચ્ચે મોટો ઝઘડો થયો.આ મેચ હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે રમવામાં આવી. મેચમાં ઈંગ્લેન્ડે 11-2 ના અંતરથી જીત હાસિલ કરી. ગૃપમાં હોસ્ટ ટીમ બીજી અને ભારતીય ટીમ ટોપ પર રહી. હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે ભારતની સાઉથ આફ્રિકા અથવા ન્યૂઝીલેન્ડ બંને માંથી કોઈપણ એકસાથે થઈ શકે છે.

આ રીતે થઈ મેચમાં ઝઘડાની શરૂઆત

મેચમાં આ ઝઘડો અડધા ટાઈમ માટેની બઝલ વાગવાની થોડી મિનિટ પહેલા થયો હતો. ત્યારે ઈંગ્લેન્ડે 4-1 ની રમત બનાવી હતી. અને કેનેડા ટીમ ગોલ માટે સતત આક્રમક વલણ કરી રહ્યાં હતા. એ દરમિયાન કેનેડાના બલરાજ પનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથ વચ્ચે બોલ ખેંચવા માટે મજબૂત જંગ થવા લાગી.

પનેસરને રેડ અને ગ્રિફિથને યલો કાર્ડ

એ દરમિયાન રમતી વખતે બલરાજની હોકી સ્ટીક ગ્રિફિથના હાથ પર વાગીને ફસાઈ ગઈ. જેનાથી ગુસ્સે થઈને અંગ્રેજી ખેલાડીએ પનેસરને ધક્કો માર્યો. ત્યાં જ બંને ખેલાડી ગુસ્સામાં આવી ગયા અને પનેસરે ગ્રિફિથનું ગળું પકડી લીધુ.ત્યારે હોકી મેચ પૂરી રીતે જંગના મેદાનમાં બદલવા લાગ્યું. બંને ખેલાડીઓએ એકબીજાની ટી-શર્ટ પણ પકડીને ખેંચી.

આ લડાઈ જોઈ બંને ટીમના ખેલાડી અને મેચ રેફરી આવ્યાં. તેમણે બાબત વધુ વધારવા કે મારપીટ થવા પહેલા જ બચાવ કર્યો. રેફરીએ ઝઘડાની પહેલ કરવાના કારણે પનેસરને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કરી દીધો. જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતાવણી આપવામાં આવી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp