'પૃથ્વી શૉ જેવા ખેલાડી ઝાડ પરથી ફળની જેમ ટપકી પડતા નથી' ધોનીના જિગરીનો મળ્યો સાથ

PC: BCCI

દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રમી રહેલા પૃથ્વી શૉની બેટ અત્યાર સુધ શાંત નજરે પડી છે. એક દિવસ અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ પૃથ્વી શૉ રન આઉટ થઈ ગયો હતો અને ખાતું પણ ન ખોલાવી શક્યો. ત્યારબાદ કેપ્ટન ડેવિડ વોર્નર જરૂર પૃથ્વી શૉના રન આઉટ પર ગુસ્સામાં નજરે પડ્યો હતો, પરંતુ પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ શેન વૉટસને પૃથ્વી શૉનું પૂરું સમર્થન કર્યું છે.

પૃથ્વી શૉએ અત્યાર સુધી IPL 2023ની 5 ઇનિંગમાં માત્ર 34 રન જ બનાવ્યા છે. એ છતા શેન વૉટસનને તેના ટેલેન્ડ પર પૂરો ભરોસો છે. શેન વૉટસને કહ્યું કે, પૃથ્વી શૉ બાકી ભારતીય બેટ્સમેનો જેવા જ ટેલેન્ટેડ છે અને તેનાથી ડર્યા વિનાની તે ભૂલ કરી રહ્યો છે કે આઉટ થઈ જશે. તેના ટેલેન્ટનો પૂરો ઉપયોગ કરવા સાથે જ અને તેને ખૂલીને રમવા દેવો જોઈએ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચમાં પૃથ્વી શૉને ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે રન આઉટ થઈ ગયો હતો.

શેન વૉટસને ICCના સંદર્ભે કહ્યું કે, પૃથ્વી શૉને ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ઉતારવામાં આવ્યો હતો. તે આખી 20 ઓવર સુધી ડગઆઉટમાં બેઠો રહ્યો હતો. જો તે ઇમ્પેક્ટ ખેલાડી ન હોત તો ફિલ્ડિંગ કરી રહ્યો હોત અને દોડ લગાવતો. તેનાથી તેનું શરીર સ્ફૂર્તિવાળું રહેતું, પછી કદાચ તે ઝડપથી દોડ લગાવતો અને રન આઉટ ન થતો. ભારતના બાકી બેટ્સમેનોની જેમ પૃથ્વી શૉ પાસે પણ ખૂબ સ્કિલ છે. તેણે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં તેની એક ઝલક દેખાડી હતી. તેના માટે હાલમાં એ મહત્ત્વનું છે કે તે આઉટ થવાની ચિંતા કર્યા વિના પોતાની કુશળતા મુજબ રમે.

તેણે કહ્યું કે શૉ કોઈ પણ કન્ડિશનમાં દુનિયાના મોટામાં મોટા બોલરનો પરસેવો છોડાવી શકે છે. પૃથ્વી શૉ જેવા ખેલાડી ઝાડ પરથી ફળની જેમ ટપકી પડતા નથી. જો મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીની અડધી સદી અને અન્ય ખેલાડીઓના સહયોગથી સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. જ્યારે 175 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 151 રન જ બનાવી શકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp