મોહમ્મદ નબીનો ચોંકાવનારો ખુલાસો- કોઇ પણ ખેલાડી IPLની આ ટીમ માટે રમવા માગતો નહોતો

PC: cricketaddictor.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમને લઇને પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોહમ્મદ નબીએ કહ્યું કે, હાલના વર્ષોમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો માહોલ એટલો ખરાબ હતો કે કોઇ પણ ટીમ માટે રમવા માગતું નહોતું. મોહમ્મદ નબીના જણાવ્યા મુજબ, ઘણા ખોટા નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં IPL ટ્રોફી જીતી હતી. એ સમયે ટીમમાં ડેવિડ વોર્નર અને શિખર ધવન જેવા દિગ્ગજ ક્રિકેટર હતા.

ડેવિડ વોર્નર ટીમનો કેપ્ટન પણ હતો. જો કે, છેલ્લી કેટલીક સીઝન દરમિયાન આ ખેલાડીઓને ટીમમાંથી રીલિઝ કરી દેવામાં આવ્યા અને ટીમનું પ્રદર્શન પણ એવું ન રહ્યું. મોહમ્મદ નબીના જણાવ્યા મુજબ, ટીમનો માહોલ ખૂબ ખરાબ થઇ ગયો હતો અને કોઇ પણ રમવા માગતું નહોતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરવા દરમિયાન મોહમ્મદ નબીએ કહ્યું કે, જ્યારે અમે વર્ષ 2017માં સનરાઇઝર્સ હૈદરાબાદમાં આવ્યા અને જે પ્રકારે અમે આગામી 3 વર્ષો સુધી રમ્યા, ટીમ કોમ્બિનેશનથી લઇને પ્રદર્શન સુધી બધુ યોગ્ય હતું.

તેણે આગળ કહ્યું કે, ત્યારબાદ છેલ્લા 2 વર્ષોમાં ટીમને ખબર નહીં શું થઇ ગયું અને તે કોણે અને કેમ કર્યું મને ખબર નથી. ટીમ કોમ્બિનેશનથી લઇને કોચિંગ સ્ટાફ અને ટીમનો માહોલ બધુ જ ચેન્જ થઇ ગયું. મોહમ્મદ નબીએ રાશિદ ખાને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓને બહાર કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે, સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી મોટી ફ્રેન્ચાઇઝીએ ટીમ બનાવવા બાબતે વિચારવું જોઇએ, ન કે તેને તબાહ કરવી જોઇએ. તેમણે અચાનક મોટા બદલાવ કરવાની જગ્યાએ ધીરે-ધીરે ટીમને બનાવવી જોઇએ.

મોહમ્મદ નબીએ કહ્યું કે, રાશિદ ખાનને તેમણે જવા દીધો, જે 5 વર્ષ સુધી ટીમનો બ્રાન્ડ રહ્યો હતો. ન માત્ર રાશિદ ખાન, પરંતુ અન્ય મોટા ખેલાડીઓને પણ રીલિઝ કરી દીધા. તેમણે એમ કરવું જોઇતું નહોતું. મને સમજ પડી રહી નથી કે તેઓ શું ઇચ્છતા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL 2021માં ડેવિડ વોર્નર કેપ્ટન હતો. એ સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે ડેવિડ વોર્નરને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. સાથે જ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. રાશિદ ખાન જેવા T20 સ્પેશિયાલિસ્ટ બોલરને પણ રીલિઝ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp