દ્રવિડે જણાવ્યુ- રોહિત-વિરાટને કેમ આપવામાં આવી રહ્યો છે આરામ

PC: mid-day.com

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે અને ત્યાં વન-ડે સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ઘણા પ્રયોગ કરી રહી છે. પહેલી વન-ડેમાં બેટિંગ ક્રમને લઈને પ્રયોગ કરવામાં આવ્યા, તો બીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ થયા. પહેલી વન-ડેમાં જીત બાદ ટીમ મેનેજમેન્ટે નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપ્યો. હાર્દિક પંડ્યાને કાર્યવાહક કેપ્ટન બનાવ્યો અને સંજુ સેમસન અને અક્ષર પટેલને સામેલ કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમને આ બદલાવોનું પરિણામ ભોગવવું પડ્યું અને બીજી વન-ડે મેચમાં 6 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ મેનેજમેન્ટના નિર્ણય પર સવાલ ઉઠાવવામાં આવ્યા. લગભગ 2 મહિના બાદ ICC વર્લ્ડ કપ રમાવાનો છે અને એ અગાઉ ટીમના સ્ટાર બેટ્સમેનોને વન-ડે ફોર્મેટમાં આરામ આપવાનો નિર્ણય સમજમાં આવતો નથી. મેચ બાદ રાહુલ દ્રવિડે તેનું કારણ બતાવ્યું. તેમણે કહ્યું કે, અમારી પાસે ખેલાડીઓને ટ્રાઇ કરવાનો અંતિમ અવસર હતો. અમારા ચાર ખેલાડી ઇજાગ્રસ્ત છે અને નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં છે.

એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ અગાઉ અમારા પર ખૂબ ઓછો સમય બચ્યો છે. અમે એશિયા કપમાં જોખમ લઈ શકીએ છીએ, પરંતુ વર્લ્ડ કપમાં નહીં. એટલે અમે ઈચ્છીએ છીએ કે જો વસ્તુ ખરાબ થાય છે તો ઓછામાં ઓછો તેમની પાસે કંઈક અનુભવ હોય. તેનાથી અમારી પાસે નિર્ણય લેવા માટે ઘણા અવસર બની જાય છે. આ પ્રકારની સીરિઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને અવસર આપીને અમને અમારા સવાલોના જવાબ નહીં મળે. અમને ઇજાગ્રસ્ત ખેલાડીઓનો વિકલ્પ જોઈએ છે. આ સીરિઝમાં એક મેચ હાલમાં બાકી છે અને રાહુલ દ્રવિડના નિવેદન બાદ એ અનુમાન લગાવી શકાય છે કે આગામી મેચમાં પણ બદલાવ થઈ શકે છે.

જો બીજી વન-ડે મેચની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય વેસ્ટ ઇન્ડીઝ માટે સાચો સાબિત થયો અને ભારતીય ટીમ 181 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ઇશાન કિશને આ વખત પણ અડધી સદી બનાવી, જ્યારે શુભમન ગિલે 34 રન અને સૂર્યકુમાર યાદવે 24 રનની ઇનિંગ રમી. એ સિવાય બીજા ખેલાડી કંઈ ખાસ ન કરી શક્યા. તો 182 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝે 36.4 ઓવરમાં જ તેને 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp