26th January selfie contest

પોન્ટિંગે આ ભારતીય ખેલાડીના વખાણ કર્યા, બોલ્યા- તે તમને વર્લ્ડ કપ જીતાડી શકે છે

PC: crictoday.com

ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું હાલનું વ્હાઇટ બૉલમાં ફોર્મ સારું રહ્યું નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગયા મહિને થયેલી વન-ડે સીરિઝમાં સૂર્યકુમાર યાદવ 3 મેચોમાં પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો અને તેણે આ બાબતે એક ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો. વન-ડે સીરિઝમાં તેને શ્રેયસ ઐય્યરની જગ્યાએ ચાંસ મળ્યો હતો, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી ન શક્યો. T20 ક્રિકેટમાં તેણે પોતાનો દબદબો રાખ્યો છે, પરંતુ વન-ડે ફોર્મેટમાં તેનું શાનદાર પ્રદર્શન અત્યાર સુધી જોવા મળ્યું નથી.

રિકી પોન્ટિંગે સૂર્યકુમાર યાદવના વન-ડે સ્પોટને લઈને મોટી વાત સામે રાખી છે. ભારતમાં આ વર્ષે વન-ડે વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે અને સૂર્યકુમાર યાદવની જગ્યા ટીમમાં બનશે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ રિકી પોન્ટિંગનું માનવું છે કે સૂર્યકુમાર યાદવને જરૂર વધુ ચાંસ મળવા જોઈએ. આ સંદર્ભમાં તેમણે ICC રિવ્યૂમાં કહ્યું કે, હા જરૂર તેને ચાંસ મળવા જોઈએ. ઉતાર-ચડાવ દરેક ખેલાડીના કરિયરમાં આવે છે. મેં કોઈ પણ બેટ્સમેન બાબતે સાંભળ્યું નથી કે તે બધી મેચોમાં પહેલા બૉલ પર આઉટ થઈ ગયા હોય, પરંતુ એ બધુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં થયા છે.

રિકી પોન્ટિંગે આગળ કહ્યું કે, સૂર્યકુમાર યાદવના છેલ્લા 12-18 મહિના જબરદસ્ત રહ્યા અને બધા જાણે છે કે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ શું કરી શકે છે. મને લાગે છે કે ભારતીય ટીમે તેની સાથે બન્યા રહેવું જોઈએ કેમ કે તે એવો ખેલાડી છે જે તમને વર્લ્ડ કપ જીતાડી શકે છે. તે નિરંતરતાથી રન બનાવી રહ્યો નથી, પરંતુ મહત્ત્વના અવસર પર તમને મેચ જીતાડી દેશે. મને તે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમંડ જેવો લાગે છે.

પોન્ટિંગે કહ્યું કે, જ્યારે તમે આ લોકોને સમય આપો છો તો તમે તેમણે એક અવસર આપો છો. તમે તેને એક સ્પષ્ટ દિશા આપો છો. તેઓ આ ભૂમિકા બાબતે સ્પષ્ટતા પ્રાપ્ત કરે છે જે તમે તેને નિભાવતા જોવા માગો છો. તેની પાસે પ્રતિભા છે કે તે એકલના દમ પર મેચ જીતાડી શકે છે. હું ભારત માટે એ જ કહું છું. હું સુરક્ષા તરફ જવાની જગ્યાએ મેચ વિજેતા ખેલાડીને પસંદ કરતો અને મને લાગે છે કે તે (સૂર્યકુમાર યાદવ) મેચ વિનિંગ ખેલાડી છે.

સૂર્યકુમાર યાદવે ભારત માટે વન-ડે ક્રિકેટમાં નંબર-5 પર બેટિંગ કરવી જોઈએ. મને લાગે છે કે તે આમ પણ માત્ર 5 પર બેટિંગ કરી રહ્યો હતો. હું તેને તેનાથી વધારે નીચે નહીં જોઈ શકું, ખાસ કરીને હાર્દિક, જાડેજા અને અક્ષર પટેલના રહેતા. સૂર્યકુમાર યાદવ હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમી રહ્યો છે અને પહેલી મેચમાં તે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સને આશા હશે કે સૂર્યકુમાર યાદવની બેટ જલદી ચાલે. મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp