પોન્ટિંગે WTC ફાઇનલમાં આ 2 ભારતીય ખેલાડીઓથી સાવચેત રહેવાની આપી સલાહ

PC: cricfit.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું કે, કાંગારુ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કયા બે ભારતીય ખેલાડીઓથી સાવચેત રહેવાની જરૂર છે. આ બંને ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ રેકોર્ડ શાનદાર રહ્યો છે. રિકી પોન્ટિંગે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ભારતીય ટીમના મહત્ત્વના ખેલાડી હશે. ચેતેશ્વર પૂજારાનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેણે કોઈ અન્ય ટીમ કરતા વધુ કાંગારુઓ વિરુદ્ધ રન બનાવ્યા છે. 35 વર્ષીય પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 24 ટેસ્ટ મેચોમાં પાંચ સદી ફટકારી છે અને આ સદીની મદદથી કુલ 2033 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીનો પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ રેકોર્ડ તગડો રહ્યો છે. વિરાટ કોહલીએ કાંગારુ ટીમ વિરુદ્ધ 24 ટેસ્ટ મેચોમાં 1979 રન બનાવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર પણ છે.

રિકી પોન્ટિંગે કહ્યું કે, વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમના પ્રમુખ બેટ્સમેન હશે અને ઓસ્ટ્રેલિયાએ આ બંનેને વહેલામાં વહેલા આઉટ કરવાની યોજના બનાવવી પડશે. ICC રિવ્યુમાં રિકી પોન્ટિંગે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન ટીમ વિરાટ કોહલી વિશે વાત કરી રહી છે. તેઓ ચેતેશ્વર પૂજારા વિશે પણ વાત કરી રહ્યા છે. પૂજારા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલા પણ ખતરનાક સાબિત થઈ ચુક્યો છે અને ઇંગ્લેન્ડની પિચનું વર્તન ઓસ્ટ્રેલિયાઈ પિચ જેવુ હશે. કાંગારુ બોલર્સ જાણે છે કે, ચેતેશ્વર પૂજારાને આઉટ કરવો પડશે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, વિરાટ કોહલીએ તેને કહ્યું કે તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ગયો છે. રિકી પોન્ટિંગે કહ્યું, ઓસ્ટ્રેલિયન ટીમ જાણે છે કે, વિરાટ કોહલી છેલ્લાં કેટલાક અઠવાડિયાઓમાં સંભવતઃ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ચુક્યો છે. જોકે, તેણે T20 ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે મને કહ્યું કે, તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં પાછો આવી ચુક્યો છે અને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા માટે આ કડક ચેતવણીની જેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp