રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, IPL 2023થી બહાર થયો આ ખેલાડી

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 પહેલા રાજસ્થાન રોયલ્સ (RR)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા IPL 2023થી બહાર થઇ ગયો છે. રાજસ્થાન રોયલ્સે પોતે આ વાતની જાણકારી આપી છે. પ્રસિદ્ધ કૃષ્ણા રાજસ્થાન રોયલ્સના મુખ્ય ફાસ્ટ બોલર છે. એવામાં આ ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તેણે IPL 2023મા રાજસ્થાન માટે કુલ 17 મેચ રમી હતી, જેમાં તેણે 29ની એવરેજથી 19 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની ઇકોનોમી 8.29ની રહી હતી, જે સારી હતી.

રાજસ્થાન રોયલ્સે જણાવ્યું કે, ‘દુર્ભાગ્યથી મેડિકલ સ્ટાફ અને તેમની પાસે સલાહ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે પ્રસિદ્ધ કૃષ્ણા IPL 2023માં હિસ્સો નહીં લઇ શકે. અમે કહેવા માગીએ છીએ અમારો કોચિંગ સ્ટાફ, ટેસ્ટ અને ટ્રેનિંગ શિબિરો દ્વારા પેસર્સના એક કુશળ પુલની ઓળખ અને વિકાસ કરવામાં લાગ્યો છે. અમે તેની પ્રોગ્રેસને જોવા માટે ઉત્સુક છીએ. યોગ્ય સમય પર 2023ની IPL માટે કોઇ અન્ય ખેલાડીને પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ ટીમમાં સામેલ કરશે.’

પ્રસિદ્ધ કૃષ્ણા લાંબા સમયથી સ્ટ્રેસ ફેક્ચરથી ઝઝૂમી રહ્યો છે. હાલમાં જ તેની સર્જરી થઇ છે. તેણે પોતાની છેલ્લી મેચ ઑગસ્ટ 2022માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ હરારેમાં રમી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા પોતાના સ્ટ્રેસ ફ્રેક્ચર માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઇ રહ્યો છે. તેણે મે 2018માં પોતાની IPL ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં અત્યાર સુધી કુલ 51 મેચ રમી છે. IPLમાં તે અત્યાર સુધી 34.76ની એવરેજથી કુલ 49 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે. આ દરમિયાન તેની ઇકોનોમી 8.92ની રહી છે.

આ વર્ષે ભારતીય ટીમે પોતાના ઘર આંગણે વન-ડે વર્લ્ડ કપ પણ રમવાનો છે. ભારતીય ટીમની બેકઅપ લિસ્ટમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું નામ પણ છે. હવે જોવાનું રહેશે કે સર્જરી અને પછી રિહેબમાંથી પસાર થયા બાદ પ્રસિદ્ધ કૃષ્ણા મેદાન પર કઇ રીતે કમબેક કરે છે. ઉલ્લેખનીય છે કે IPL 2023નું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સીરિઝની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે 31 માર્ચના રોજ રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp