પૃથ્વી શૉએ સેલ્ફી માટે ના કહેતા યુવતી સહિત અનેક લોકોએ કર્યો હુમલો, જુઓ વીડિયો

PC: twitter.com

ક્રિકેટર પૃથ્વી શૉની કાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. ખેલાડી પૃથ્વી શૉ તેના મિત્રની કારમાં બેઠો હતો, ત્યારે સેલ્ફી લેવા માટે આવેલા લોકોએ નજીવી દલીલ બાદ તેના પર હુમલો કરી દીધો હતો. એક યુવતી બેઝ બોલ લઈને પૃથ્વીને મારવા આવી હતી, જેનાથી બચવા પૃથ્વી શૉએ તેને પકડી લીધી હતી.

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પૃથ્વી શૉની કાર પર મુંબઈમાં હુમલો થયો છે. ક્રિકેટર પૃથ્વી શૉ પોતાના એક મિત્રની કારમાં બેઠો હતો. ત્યારે જ ત્યાં કેટલાક લોકોએ તેને વારંવાર સેલ્ફી ક્લિક કરવા માટે કહ્યું. પરંતુ જ્યારે તેણે ના કહ્યું તો તે લોકો ગુસ્સે થઈ ગયા અને કાર પર હુમલો કરી દીધો. આ હુમલાનો આરોપ આઠ લોકો પર લાગ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, પૃથ્વી શૉ પર હુમલાના મામલામાં 8 આરોપીઓની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૃથ્વી શૉએ જ્યારે બીજી વખત સેલ્ફી લેવા માટે ના કહ્યું તો તેના પર હુમલો કરી દેવામાં આવ્યો. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. દોષિતોને બક્ષવામાં નહીં આવશે.

પોલીસે નોંધી FIR

પૃથ્વી શૉ પર હુમલાના મામલામાં પોલીસે FIR નોંધી લીધી છે. FIR કૉપીના મુજબ, આરોપીઓની સામે IPCની કલમ 143, 148, 149, 384, 427, 504 અને 506ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પૃથ્વી શૉ પર હુમલો બુધવારના રોજ સાંજે લગભગ 4 વાગ્યે કરવામાં આવ્યો.

આરોપીની શોધમાં લાગી પોલીસ

અહીં તમને જણાવી દઈએ કે, ક્રિકેટર પૃથ્વી શૉ પર હુમલાના મામલામાં પોલીસે જે લોકો સામે ગુનો દાખલ કર્યો છે તેમાંથી બે લોકોની ઓળખ થતાં તેમના નામે FIR નોંધવામાં આવી છે જ્યારે આ મામલામાં પોલીસે અન્ય 6 અજાણ્યા લોકો વિરુદ્ધ પણ FIR નોંધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની શોધ ચાલુ છે. તેમને પકડવા માટે ટીમો બનાવી દેવામાં આવી છે.

વિસ્ફોટક બેટ્સમેન છે પૃથ્વી શૉ

અત્રે ઉલ્લેખનિય છે કે, પૃથ્વી શૉ ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા માટે તે ઘણી વખત ઓપનિંગ કરી ચૂક્યો છે અને પોતાની વિસ્ફોટક બેટિંગ માટે તે ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp