પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું-'લોકો ત્યારે સાથે છોડી દે છે, જ્યારે..'

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ હાલના દિવસોમાં પોતાની ઘૂંટણની ઇજાથી બહાર આવી રહ્યો છે. પૃથ્વી શૉએ કાઉન્ટી ક્રિકેટ તરફ જવાનો નિર્ણય લીધો હતો અને બે ઇનિંગમાં સતત સદી ફટકારી હતી. તેમાં એક બેવડી સદી પણ સામેલ છે. વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર લયમાં નજરે પડી રહેલો પૃથ્વી શૉ ફરી એક વખત ઇજાગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે તે એક્શનથી દૂર થઈ ગયો છે. આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.
પૃથ્વી શૉએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. આ તસવીરોમાં પૃથ્વી શૉનું ઇજાગ્રસ્ત ઘૂંટણ નજરે પડી રહ્યું છે, જેના કેપ્શનમાં તેને લખ્યું કે, ‘જ્યારે તમે જિંદગીમાં આગળ વધો છો તો લોકો હાથ આપે છે અને જ્યારે તમે નીચે પડો છો તો હંમેશાં સાથ છોડી દે છે.’ જો કે તેની કોઈ જાણકારી નથી કે પૃથ્વી શૉએ એવી સ્ટોરી કેમ લગાવી. તે મોટા ભાગે એવી સ્ટોરી લગાવીને સિલેક્ટર્સનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે.
23 વર્ષીય પૃથ્વી શૉએ નોર્થમ્પટનશાયર માટે શાનદાર પ્રદર્શ કર્યું અને સમરસેટ વિરુદ્ધ 244 રન બનાવ્યા. ત્યારબાદ ડરહમ વિરુદ્ધ રમેલી મેચમાં પણ પોતાની ટીમ માટે ઉચ્ચ પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક હતો. તેણે એ મેચમાં (13 ઑગસ્ટના રોજ રમાયેલી મેચમાં) 76 બૉલમાં નોટઆઉટ 125 રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને જીત અપાવી હતી. જો કે, મેચના તુરંત બાદ તેને ઇજા થઈ ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ, તેને પૂરી રીતે રિકવર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.
નોર્થમ્પટનશાયરે પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, ડરહમ વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરતી વખત પૃથ્વી શૉના ઘૂંટણમાં ઇજા થઈ અને આજે સવારે પ્રાપ્ત સ્કેન રિપોર્ટથી ખબર પડી જે ઇજા શરૂઆતમાં આશાથી વધુ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શૉએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાની 4 ઇનિંગમાં 429 રન બનાવીને પોતાની ઉપયોગિતા સાબિત કરી હતી. તો ટીમના કોચ જોન સેડલર પણ પૃથ્વી શૉ જેવા પ્રતિભાશાળી ખેલાડીના આ પ્રકારે ટૂર્નામેન્ટથી બહાર થઈ જવાથી ખૂબ દુઃખી નજરે પડ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp